બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જૂનાગઢ: શિવરાત્રીના મેળા પૂર્વે આપાગીગાનો ઓટલો દ્વારા અન્નક્ષેત્રનો પ્રારંભ

જૂનાગઢ : શિવરાત્રીના મેળા પૂર્વે આપાગીગાનો ઓટલો દ્વારા અન્નક્ષેત્રનો પ્રારંભ


આગામી સોમવાર અને 17 તારીખથી જૂનાગઢની ગિરિ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે. આગામી સોમવાર અને નોમના દિવસે ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કરીને આ મેળાને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવશે, ત્યારે આ મેળા પૂર્વે જ સતાધાર ધામ અને આપાગીગાનો ઓટલો દ્વારા જાહેર અન્ન ક્ષેત્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આમ પણ ભારતીય સંસ્કૃતિ મા અન્નદાન મહાદાન માનવામા આવ્યુ છે.


આ તકે નરેન્દ્ર બાપૂએ અન્નદાન વિશે પોતાના વિચારો પણ વ્યકત કર્યા હતા.
આ ઉપરાત શિવરાત્રી મેળાનું આકર્ષણ અને શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓનું ભવનાથ તળેટીમાં આગમન થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી મેળા દરમિયાન સમગ્ર દેશમાંથી ભગવાન શિવના સૈનિકો અહીં હાજરી આપીને શિવરાત્રીના મેળામાં ઘુણા ધખાવી અલખના ઓટલે પાંચ દિવસ સુધી ભગવાન શિવની આરાધના કરતાં જોવા મળશે.