બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ આપની નજર ફરી ગુજરાત પર છે? આગામી પાલિકાની ચુંટણી માટે ચાલી રહી છે તૈયારી? થઇ રહ્યો છે આ મેસેજ વાયરલ..

દિલ્હીમાં પ્રચંડ જીત બાદ આપની નજર ફરી ગુજરાત પર છે? આગામી પાલિકાની ચુંટણી માટે ચાલી રહી છે તૈયારી? થઇ રહ્યો છે આ મેસેજ વાયરલ..

નીચે વાયરલ થઈ રહેલો મેસેજ.. જેમાં ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે..


દિલ્હી ઇલેક્શનમાં આમ આદમી ની સરકાર " આમ આદમી પાર્ટી " ના જ્વલંત વિજય બાદ ખોખલા રાષ્ટ્રવાદ અને હિન્દુત્વ ના નામે લોકોને ભ્રમિત કરતી પ્રજાતિઓને પેટમાં તેલ રેડાયું છે . તેમજ દિલ્હીના મતદારો ને મફતિયા કહી અપમાનિત કરવામાં આવી રહયા છે . દેશના સામાન્ય નાગરિકોને મળવાપાત્ર મુળભુત અને પ્રાથમિક સુવિધાઓ ફ્રી મળી રહી છે , જે મેળવવું દેશનાં દરેક નાગરિકોનો અધિકાર છે એ અધિકારોનો વિરોધ કરી રહ્યાં છે તેવા ખોખલા રાષ્ટ્રવાદીઓ અને ખોખલા હિન્દુત્વ નામે ચરી ખાતાઓને મારે થોડાં પ્રશ્નો પુછવા છે ,જે નીચે મુજબ છે.

1 ) ગુજરાત ના મુખ્યમંત્રી માટે 200 કરોડના ખર્ચે પ્લેન ખરીદાયું શું તેનો વિરોધ તમે ક્યારેય કર્યો છે ?
2 ) ગુજરાતનું દેવું 2,47,000 કરોડ જેટલું અધધધ દેવું થઈ ચૂક્યું છે તેમ છતાં હજુ ઘણાં મોટા પાયે લોકો પ્રાથમિક સુવિધાઓ થી વંચિત છે તેનો વિરોધ ક્યારેય કર્યો છે કે નહીં  ?
3 ) વાઇબ્રન્ટ ના નામે હજારો કરોડોના તાયફાઓ થાય છે , પણ એ તાયફાઓથી ગુજરાતમાં કેટલાં ધંધા અને ઉધોગો સ્થપાયા અને તેમાં કેટલાં લોકોને રોજગારી મળી છે એ વિષે ક્યારેય જાણવાનો કે ગુજરાત સરકારને આ બાબતે સવાલો કર્યા છે ખરાં ?
4 ) માત્ર 6 વર્ષ જૂનો પુલ મહેસાણામાં વચ્ચેથી તુટી જાય છે  અને કેનાલોમાં અવારનવાર ગાબડા પડે અને તેના કારણે ખેડૂતોના પાક ને બહોળા પ્રમાણમાં નુકશાન થાય છે તેનો વિરોધ કે ગુજરાત સરકારને સવાલો ક્યારેય કર્યા છે ખરાં ?
આવી તો અનેક બાબતો હું ગણાવી શકું છું જેનો કોઈ અંત જ નથી .
       
           ગુજરાત મોડલના નામે આખા દેશમાં ઢોલ ટીપાઈ છે . ગુજરાત સરકાર માટે 2,47,000 કરોડ જેટલું અધધ દેવું છે. આટલું દેવું છતાં પણ મિનિમમ મજૂરી વેતન દર ગુજરાતમાં દેશના પછાત રાજ્યો ની સરખામણી એ નીચો છે . કુપોષણનો દર વધુ છે . ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે . બેરોજગારી ચરમસીમાએ છે . આરોગ્ય ક્ષેત્રે ગુજરાતની પરિસ્થિતિ ખાસ કંઈ સારી નથી . ક્રાઈમ રેટ સતત વધી રહ્યો છે . બળાત્કાર અને અપહરણ જેવી ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે . સુરક્ષા બાબતે પણ ગુજરાતની સ્થિતિ કથળતી જાય છે. માત્ર આંદોલનકારીઓ અને જે સરકારને સવાલો કરે છે તેના પર ખોટા કેસો કરી ફિટ કરી દેવામાં આવે છે  તેમનાં પરિવારોને હેરાન કરાય છે .પોલીસનો દુરુપયોગ કરી લોકોના અવાજોને દબાવવાનો સતત પ્રયત્ન થઈ રહ્યો છે . લોકશાહીને લાંછન રૂપ પ્રવૃત્તિઓ સતતને સતત વધી રહી છે .
       
            થોડાં આંકડાઓ તપાસીએ જે ગુજરાતના વિકાસના મોડલને ઉઘાડો પાડે છે . 2018 ના રિપોર્ટ મુજબ 14,818 બાળકો ગુમ હતા , બેટી બચાઓ બેટી પઢાઓ ના નારા આપનારા અને તેના નામે કરોડોના તાયફાઓ કરનાર રાજ્યમાં 07/03/2018 ના રિપોર્ટ મુજબ 13,574 મહિલાઓ ગુમ થઈ હતી . શિક્ષણ ક્ષેત્રે વાત કરીએ તો ગુજરાતમાં 26/03/2018 ના રિપોર્ટ મુજબ 9,609 ખાનગી અને સરકારી શાળાઓમાં રમત ગમત ના મેદાન નથી , 31 જિલ્લાઓની 14 શાળાઓમાં વીજળી નથી , 6,311 શાળાઓમાં કમ્પાઉન્ડ વૉલ નથી , 18,000 કરતાં વધુ ઓરડાઓની ઘટ છે . તેમજ 05/01/2019 ની માહિતી મુજબ ગુજરાતમાં જર્જરિત-બિસ્માર ઓરડાવાળી શાળાની સંખ્યા 4,033 , જર્જરિત-બિસ્માર ઓરડાઓની સંખ્યા 12,066 , પતરાવાળી શાળાઓની સંખ્યા 11,376 , પતરાની છતવાળા ઓરડાઓની સંખ્યા 2,099 છે . આ ઉપરાંત ગુજરાતના શિક્ષમંત્રી દ્વારા હાલમાં જ 5,000 કરતાં વધુ સરકારી શાળાઓને અન્ય શાળાઓમાં મર્જ કરી બંધ કરવામાં આવશે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે આટલી ખરાબ પરિસ્થિતિ છે તેની કોઈ ચિંતા છે નથી આ નકલી રાષ્ટ્રવાદીઓ અને નકલી હિન્દુઓને ? ( જણાવેલ આંકડાકીય માહિતી ધારાસભ્યએ વિધાનસભામાં પુછેલ પ્રશ્ન ના જવાબ છે જે ગુજરાત રાજ્યના લાગતા વળગતા મંત્રીઓ દ્વારા આપવામાં આવેલ છે . )
       
            ગુજરાત સરકાર પાણી , વીજળી અને મહિલાઓ માટે બસ સેવા ફ્રી નથી આપી રહી , સરકારી શાળાઓ બંધ કરી ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે , શૌચાલયોની સુવિધાઓ નો અભાવ છે , સરકારી હોસ્પિટલોની હાલત પણ દયનિય છે , તેમ છતાં 2,47,000 કરોડ જેટલું દેવું થઈ ચૂક્યું છે ગુજરાત સરકાર પર . જ્યારે દિલ્હી સરકાર જીવન જરૂરીયાત ની અમુક બાબતે એક મર્યાદા સુધી ફ્રી આપે છે તેમ છતાં CAG ના રિપોર્ટ મુજબ દેશમાં એક માત્ર દિલ્હી સરકાર પ્લસમાં છે અને આટલું કામ કરવા છતાં તેમના હાથ ઉપર રોકડ બેલેન્સ છે. તો આ થવાનું કારણ દિલ્હી સરકાર નો પારદર્શી વહીવટ છે જેને સ્વીકારવો જ રહ્યો . હા , વિરોધ કરનાર પ્રજાતી કદાચ એક ચોક્કસ પક્ષની સાંકળે બંધાયેલી હોવાના કારણે દિલ્હી સરકારની કામગીરી અને પારદર્શિતા સ્વીકારી શકાય તેમ ન હોય એવું બની શકે અથવા તો એ ગુજરાત વિષે ની સચોટ માહિતીથી અજાણ છે . પણ જો અજાણ હોય તો તે તમામને આ બાબતે સચોટ માહિતી માટે અભ્યાસ કરવો જોઈએ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી વાસ્તવિક્તા થી પરિચિત થઈ શકાય .
       
            આજે ગુજરાતમાં એ પરિસ્થિતિ છે કે એક પછી એક મોટા ભાગની પરીક્ષાઓમાં પેપર ફૂટી જાય છે . વિધાર્થીઓ ન્યાય મેળવવા રસ્તા પર ઉતરી રહ્યા છે , આંદોલન અને ઉપવાસ કરી રહ્યાં છે . ન્યાય હેતુ રીતસર ફાંફા મારી રહ્યા છે ત્યારે દિલ્હી સરકારનો વિરોધ કરતી નફ્ફટ પ્રજાતી આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એ હેતું કોઈપણ પ્રકારનો અહીં ભાગ લઈ રહી નથી ના આ વિદ્યાર્થીઓને ન્યાય મળે એ હેતુ અવાજ ઉઠાવી રહી છે . કોઈ અભ્યાસ કરવો નથી ના કોઈ નક્કર જાણકારી મેળવવી છે , બસ આડેધડ અને મનફાવે તેમ ખોખલાં રાષ્ટ્રવાદ અને ખોખલા હિન્દુત્વના નામે વિરોધ કરવા નીકળી પડ્યાં છે જે ખરેખર દેશને અરાજકતા તરફ ધકેલવાનું કામ કરી રહ્યાં છે .
       
              દિલ્હી સરકાર તેના નાગરિકોને 200 યુનિટ સુધી વીજળી ફ્રી આપે છે પણ 200 યુનિટ પછી તો ચાર્જ લાગવાનું ચાલુ થઈ જાય છે. પાણી 20,000 લીટર સુધી ફ્રી મળે છે ત્યારબાદ તો ચાર્જ લાગવાનું ચાલુ જ થઈ જાય છે . મહિલાઓ માટે બસ ની મુસાફરી ફ્રી કરી આપી છે   તેમજ વિધાર્થીઓ માટે ફ્રી બસ સેવા ચાલુ કરવાની છે તો તેમાં ખોટું શું છે ? બેટી બચાઓ બેટી પઢાઓ અને મહિલા સશક્તિકરણ ના ફાંકા ઝીંકતા નેતાઓ મહિલાઓ માટે દિલ્હી સરકારે આટલી સરસ યોજના લાવી છે તો તેમનો સ્વીકાર કરી અને પોતાના રાજ્યમાં કેમ અમલમાં લાવવાના બદલે આવી સરસ યોજનાઓ નો વિરોધ કરી રહયાં છે જે હવે દેશના દરેક નાગરિકો એ વિચારવાનો સમય પાકી ગયો છે. સરકારોના બેટી બચાઓ બેટી પઢાઓ નારા અને મહિલા સશક્તિકરણ ના નામે થતા કાર્યક્રમો શું માત્ર નારા અને તાયફાઓ સુધી જ સીમિત રહેવા દેવાના છે કે તેને અમલમાં પણ લાવવાના છે એ પણ દેશના દરેક નાગરિકે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિક્ષણ અને ચિકિત્સા ક્ષેત્રે દિલ્હી સરકારે ક્રાંતિકારી કામો કર્યા છે. દિલ્હી સરકારના શિક્ષણ મોડલને તો દેશના અન્ય રાજ્યોએ પણ સ્વીકાર્યા છે અને લાગુ કરવાની તૈયારીઓ બતાવી છે . તેમજ શિક્ષણ અને મહોલ્લા ક્લિનિકના કામો ની નોંધ તો આંતરરાષ્ટ્રીય લેવલે લેવાઈ છે જે આપણાં દેશ માટે ગૌરવની વાત કહેવાય . ત્યારે અમુક પ્રજાતી કે જે માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે લોકોને ભ્રમિત કરવાનું કામ કરી રહી છે . પણ યાદ રાખજો ખોખલો રાષ્ટ્રવાદ અને ખોખલા હિન્દુત્વ ના નામે ભ્રમિત કરવાનો તમારો ધંધો લાંબો સમય ટકશે નહિ. કેમ કેમ કે લોકો ને ખાવા માટે રોટલી જેના માટે રોજગારીની જરૂર છે સાથે પોતાના બાળકોને ભણાવવા માટે સારી સરકારી શાળાઓ, ચિકિત્સા હેતુ સારી સરકારી હોસ્પિટલોની જ જરૂર પડવાની છે.


       દિલ્હી સરકાર શહીદ થયેલાં સૈનિક/પોલીસના પરિવારોને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપે છે જે દેશમાં સૌથી વધુ છે. વૃદ્ધ વ્યક્તિઓને પવિત્ર યાત્રાધામ ની મફત યાત્રાની યોજના પણ લાગુ કરી છે , જ્યારે ગુજરાતમાં આવી કોઈ યોજના નથી . બીજું જે ખુબ મહત્વનું છે કે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ જેવાં સરકારી દસ્તાવેજો ફક્ત એક ફોન કરી ઘર બેઠાં મેળવી શકાય છે. એ પણ કોઈપણ જાતના એક્સ્ટ્રા ચાર્જ વગર . જ્યારે અહીંયા ગુજરાતમાં  સરકારી કચેરીઓમાં વારંવાર ધક્કા ખાવા પડે છે અને ઘણીવાર ભ્રષ્ટ બની ચુકેલા સરકારી અધિકારીઓને લાંચ ચૂકવો તો જ દસ્તાવેજ મળે છે. સામાન્ય માણસને આટલી સરસ અને સરળ સુવિધાઓ મળી રહી છે , જેનો અમુક પ્રજાતી વિરોધ કરી રહી છે .


        દિલ્હી સરકારના વખાણવા લાયક કામોનો પણ નફ્ફટાઈથી વિરોધ કરનાર લોકોનો હેતુ એકદમ સ્પષ્ટ છે કે નેતાઓ અને તંત્રમાં ભ્રષ્ટાચાર થાય તેના સામે કોઈ વિરોધ નથી , નાગરિકોનું શોષણ થાય , અન્યાય અને અત્યાચાર થાય તેમાં કોઈ વિરોધ નથી , ગાયો માટેના આખે આખા ગૌચર ગાયબ થઈ જાય તો પણ કોઈ વિરોધ નથી , ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ સરકારી અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી પોતાનાં ખિસ્સા ભરે અને નાગરિકોનું શોષણ કરે તેના સામે પણ આ નકલી રાષ્ટ્રવાદીઓ અને નકલી હિન્દુઓ નો કોઈ વિરોધ નથી . બસ સામાન્ય નાગરિક જે મહેનત મજૂરી કરી પોતાનું અને પોતાના પરીવારનું ભરણપોષણ કરી રહી છે તે તમામ નાગરિકોને મળવા પાત્ર મૂળભૂત અને પ્રાથમિક સુવિધાઓ ફ્રી મળી રહી છે તેનો વિરોધ કરી રહ્યાં છે . હવે નક્કી દેશના નાગરિકોને કરવાનું છે કે તમારે શું જોઈએ ખોખલો રાષ્ટ્રવાદ અને ખોખલું હિન્દુત્વ જોઈએ છે કે જે માત્ર લોકોને ભ્રમિત કરી પોતાનાં રાજકીય રોટલાં શેકવા અને સત્તા ટકાવી રાખવાનું એક માત્ર હથિયાર છે કે પછી તમને મળવાપાત્ર મૂળભૂત અને પ્રાથમીક સુવિધા ઓ જે મેળવવાનો દેશના દરેક નાગરિકનો અધિકાર છે એ જોઈએ છે.  નક્કી તમારે કરવાનું છે . હાં , તમારે જ .

ઉપરની પોસ્ટ વાયરલ મેસેજ છે. જેની પુષ્ટિ અમે નથી કરતા...