બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સમગ્ર રાજ્યમાં 31મી માર્ચ સુધી લોકડાઉન, રાજ્યના પોલીસવડા દ્વારા કરવામાં આવી આ મહત્વની જાહેરાત...

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આજે મુખ્યપ્રધાન નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં રાજ્યના પોલીસવડા તેમજ ગૃહ વિભાગના અગ્ર સચિવ દ્વારા આ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.


કોરોનાને ધ્યાનમાં લઈ આજે રાત્રે 12 વાગ્યા પછી સમગ્ર રાજ્યમાં લોકડાઉન. આજે રાત્રે 12વાગ્યાથી 31/03/2020 સુધી ચુસ્તપણે અમલ કરવામાં આવશે..


લોકડાઉન અંતર્ગત જીવન જરૂરિયાત વસ્તુને લઈ છૂટછાટ કરવામાં આવી છે. તેમજ રાજ્યના તમામ બોર્ડર સીલ કરવામાં આવશે. આ ઉપરાંત બોર્ડર સિવાય તમામ મુવમેન્ટ પર પણ પાબંદી મુકવામાં આવી છે. તેમજ વાહનોની અવર જવર પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મુકવામાં આવશે.


જ્યાં આ નિયમોનું પાલન કરવામાં આવતું નથી ત્યાં કડકાઈ પૂર્વક પાલન કરવાનું રાજ્યના પોલીસવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ જીવન જરૂરિયાતની વસ્તુ જેવીકે મેડિકલ, હોસ્પિટલો, દૂધ, કરીયાણું જેવી તમામ દુકાનો ચાલુ રાખવામાં આવશે.


આ ઉપરાંત રાજયના પોલીસવડા દ્વારા આ નિર્ણય ને અમલ કરાવવા પોલીસને તમામ પ્રકારના સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.


તેમજ જે લોકો દ્વારા આ આદેશનો ભંગ કરવામાં આવશે તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેવું રાજ્યના પોલીસવડા દ્વારા જણાવવામાં આવ્યું છે.


અત્યાર હાલમાં રાજ્યમાં કોરોનાના કુલ 30 પોઝીટીવ કેસ નોંધવામાં આવ્યા છે. જેમાંથી 1 વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત થયું છે.