બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મધ્યપ્રદેશના રાજકીય ઘમાસણ વચ્ચે શિવરાજસિંહ ચૌહાણે ચોથી વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા.

મધ્યપ્રદેશના રાજકીય ડ્રામા વચ્ચે શિવરાજસિંહ ચૌહાણે આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકેના ચોથી વખત શપથ લીધા છે. આજે રાત્રે રાજભવન ખાતે શિવરાજસિંહે શપથ ગ્રહણ કર્યા હતા.


ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે ફ્લોર ટેસ્ટ પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને સસ્પેન્સ યથાવત હતું, ત્યારે આજે શિવરાજસિંહ ચૌહાણે રાજભવન ખાતે ચોથી વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા.


ઉલ્લેખનીય છે કે તેઓ પહેલી વખત 29 નવેમ્બર 2005 ના રોજ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બન્યા હતા. ત્યારબાદ 12 ડિસેમ્બર 2008 ના રોજ બીજી વખત મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ 8 ડિસેમ્બર 2013 ના રોજ તેઓ ત્રીજી વખત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. અને શિવરાજસિંહ ચૌહાણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકેના ચોથી વખત શપથ લીધા છે.