બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કિંગ ઇઝ બેક ; વિરાટે ફટકારી પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સદી, સાથે 71મી ઈન્ટરનેશનલ સેન્ચુરી પણ મારી.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ...
   
               અફઘાનિસ્તાન સામેની એશિયા કપની સુપર-4  મેચમાં સદી ફટકારી હતી, તેણે પોતાના T20 આંતરરાષ્ટ્રીય કરિયરની મેડન સેન્ચુરી મારી હતી. કોહલી 2010થી T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યો છે. પરંતુ તેને T20 આંતરરાષ્ટ્રીય મેચમાં સદી મારતા 12 વર્ષ લાગી ગયા હતા. તે છેક 96મી ઇનિંગમાં સેન્ચુરી મારી શક્યો છે. ત્યારે હવે તેની એવરેજ 51+ની થઈ ગઈ છે.

આમ તો IPLમાં તેણે કુલ 5 સદી ફટકારી દીધી છે. પરંતુ T20 ઈન્ટરનેશનલમાં મેડન સેન્ચુરી આવતા તેને આટલા વર્ષે લાગી ગયા હતા. એકલા 2016ના IPLમાં જ કોહલીએ 4 સદી ફટકારી હતી. તે વર્ષે તેણે 973 રન ફટકાર્યા હતા. જે રેકોર્ડ આજ સુધી અકબંધ રહ્યો છે.

71મી ઈન્ટરનેશનલ સેન્ચુરી પણ સાથે થઈ ....
    
        વિરાટ કોહલીએ પોતાના T20 ઈન્ટરનેશનલ કરિયરની પ્રથમ સદી ફટકારવાની સાથે જ તેના નામે 71મી આંતરરાષ્ટ્રીય સેન્ચુરી પણ બોલવા લાગી છે. જેના સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હતા તે 71મી ઈન્ટરનેશનલ સેન્ચુરી પણ કોહલીએ પૂરી કરી લીધી છે. તે છેલ્લા 3 વર્ષથી સદી ફટકારી શક્યો નહતો. તેણે છેલ્લે 23 નવેમ્બર, 2019ના રોજ બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચમાં સદી મારી હતી, આ પછી તે 3 વર્ષ સુધી સદીથી વંચિત રહ્યો હતો.

એલિટ લિસ્ટમાં બીજા સ્થાને પહોંચ્યો

વિરાટ કોહલી હવે એલિટ લિસ્ટમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તે સૌથી વધુ સદી ફટકારનારની લિસ્ટમાં બીજા નંબરે આવી ગયો છે. તે રિકી પોન્ટિંગ સાથે બીજા નંબરે આવી ગયો છે. રિકી પોન્ટિંગ અને વિરાટ કોહલી હાલ 71 ઈન્ટનેશનલ સેન્ચુરી સાથે બીજા નંબરે છે. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર આ લિસ્ટમાં 100 ઈન્ટરનેશનલ સેન્ચુરી સાથે પ્રથમ સ્થાને છે.

ત્રણેય ફોર્મેટમાં સેન્ચુરી બોલે છે.....

વિરાટ કોહલીના નામે હવે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી મારવાનો રેકોર્ડ બોલે છે. આવું પારક્રમ કરનારો તે ચોથો બેટ્સમેન બની ગયો છે. કોહલી પહેલા આ લિસ્ટમાં ત્રણ નામ બોલે છે. સુરેશ રૈના આ લિસ્ટમાં પહેલા સ્થાને આવે છે. આ પછી બીજા સ્થાને રોહિત શર્મા આવે છે. ત્યારપછી આ લિસ્ટમાં ત્રીજુ નામ કેએલ રાહુલનું બોલે છે. ત્યારે એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે સેન્ચુરી ફટકારીને વિરાટ કોહલી ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે, કે જેના નામે ત્રણેય ફોર્મેટમાં સદી બોલે છે.

વિરાટ કોહલી...