This browser does not support the video element.
અંબાજી શક્તિમય બન્યું:પીપડીયાથી નવ ગરબા સાથે પગપાળા માઇભક્તો અંબાજી આવી પહોંચ્યા; મહામેળામાં કુલ 2,011,612 યાત્રાળુઓ પહોંચ્યા...
Vidio: Information Gujarat
અંબાજી શક્તિમય બન્યું:પીપડીયાથી નવ ગરબા સાથે પગપાળા માઇભક્તો અંબાજી આવી પહોંચ્યા; મહામેળામાં કુલ 2,011,612 યાત્રાળુઓ પહોંચ્યા
અંબાજી11 કલાક પહેલા........
આજે ભાદરવી મહામેળાનો પાંચમો દિવસ છે. તો હજી સુધી 17 લાખ કરતા વધારે માઇભક્તો માં અંબાના દર્શન કરી ચુક્યા છે. ત્યારે લાખોની સંખ્યામાં માઇભક્તો પગપાળા અંબાજી પહોંચી રહ્યા છે. ગુજરાતભરમાંથી ભક્તો સંઘો લઇને પગપાળા અંબાજી પહોંચી માં અંબાના ચરણોમાં શીશ નમાવે છે. તો આજે ગુજરાતના પીપડીયા ગામથી નવ ગરબા સાથે પગપાળા માઇભક્તો અંબાજી આવી પહોંચ્યા હતા. જે સતત 9 વર્ષથી માં અંબાના ધામે પગપાળા આવે છે.
પીપડીયાના માઈભક્તો 9 વર્ષથી પગપાળા આવે છે..
વિશેષમાં કહીએ તો આ પીપળીયાના માઇભક્તો 9 વર્ષથી સતત દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજી આવે છે. નવ ગરબા સાથે પગપાળા આવતા માઈભક્તોને માતાજી પ્રત્યેની શ્રદ્ધા ભક્તિભાવથી રોડ-રસ્તાઓ, તડકો-થાક કે કોઇપણ અડચણ નડતી નથી. માં અંબાના આશીર્વાદથી દરેકને દુઃખ-પીડા જેવી બાબતને કોઈ સ્થાન જ રહેતું નથી. બસ માઁ અંબાનું ધ્યાન અને અંબાજી દૂર હૈ જાના જરૂર હૈના જયકારા સાથે માઇભક્તો સેંકડો કિલોમીટરની પગપાળા યાત્રા કરી માતાજીના ચરણોમાં શીશ નમાવા પહોંચી રહ્યા છે.
દર્શન માટે માઇભક્તોનો પ્રવાહ અવિરત...
આજે ભાદરવી મેળાના પાંચમાં દિવસે તારીખ 09/09/22ના અંબાજી મંદિરમાં આજે બપોરે 3 કલાક સુધીમાં અંદાજીત 3,63,102 માઇભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા. તો અત્યાર સુધી મહામેળા દરમ્યાન કુલ 2,011,612 યાત્રાળુઓએ માં અંબાના ચરણે પહુચ્યાં છે. સાથે અંબાજી માતાજીનો પ્રસાદના 1,76,500 પેકેટનું વિતરણ થયું હતું. અંબાજી મંદિરમાં ફરાળી ચિક્કીના 3,520 પેકેટ વિતરણ થયા હતા. તો અંબાજી મંદિરમાં આવેલી દાન 2,720,196 રૂપયા થઈ હતી. શક્તિપીઠ અંબાજી માતાજીના દર્શન માટે માઇભક્તોનો અવિરત પ્રવાહ નિરંતર જોવા મળી રહ્યો છે.