બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

તીખી નજરે જોતો પ્રકૃતિ રૂપે ઈશ્વર...

"તીખી નજરે જોતો પ્રકૃતિ રૂપે ઈશ્વર" 
કુદરતે પણ ગજબ ખેલ ખેલ્યો છે!

ગણતરીનાં દિવસોમાં માણસની બધી અવળચંડાઇ ઉપર કાબુ મેળવી લીધો!

કરોડોનાં ખર્ચે ઊભા કરેલા રોડ-રસ્તા, ટ્રાન્સ્પોર્ટ સુવિધા, બસ પરિવહન, રેલ્વે, હવાઇ જહાજ કાંઇ કામના જ નહી!

ચાર મહિનાથી માનવ પ્રજાતિને બાનમાં લઇને કુદરતે આડકતરી રીતે કહી દીધું કે: "આ પૃથ્વી તમામ જીવોની સહિયારી મિલ્કત છે; એકલા મનુષ્ય માટે નથી."

અને; મારૂ-તારૂ, કોમર્શિયલ, રેસીડેન્શિયલ, એગ્રીકલ્ચરલ, ગામતળ-સીમતળ, મારૂ ઘર, મારી દુકાન, મારૂ ખેતર, મારી ફેક્ટરીમાં રાચતા મનુષ્ય એ શરમ આવી ત્યારે નાના-નાના ટુકડાઓ જે અભયારણ્ય ઘોષિત કર્યા હતા એના પર કુદરતે હસીને કીધુ કે: "બાળકો, મારા માટે તો આખીય સૃષ્ટિ હજુ અભયારણ્ય જ છે."

આભાર માનો કે આ વાઇરસ હવાથી કે પાણીથી ફેલાતો નથી. હાથ જોડો કુદરત સામે, કેમ કે બીજા કોઇ પ્રાણી/પક્ષીને હજુ સુધી આ વાઇરસનાં કેરિયર બનાવ્યા નથી. જો આવુ થાય તો ક્યાં ક્યાં ડૂચાં મારવા જઇ શકશે માણસ?

આ વાઇરસ માત્ર માણસથી માણસમાં જ ફેલાય છે એ વાત જ સૂચક છે કે માણસે હવે પ્રકૃતિનાં નિયમો વિરૂધ્ધની પ્રવૃત્તિઓ બંધ કરી દેવી જોઇએ.

જો હજુ મનુષ્ય મનમાની ચાલુ રાખશે તો કુદરતની થિયરી બહુ સરળ છે: Struggle for Existence અને Survival of the Fittest!

કુદરતને ગણતરીનાં સમયમાં માણસને પૃથ્વી ઉપરથી લુપ્ત કરી દેતા વાર નહી લાગે!..