બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આધાર કાર્ડ અસલી છે કે નકલી આધારકાર્ડને આ રીતે ઓળખો

આધારકાર્ડમાં તમારી બધી જ જાણકારી જેવી કે, નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, જન્મ તારીખ સાચી હોવી જરૂરી છે. આજે આધારકાર્ડ બધી જ જગ્યા પર આઈડી પ્રુફ તરીકે સ્વીકારવામાં આવે છે. તાજેતરના સમયમાં, લગભગ દરેક સરકારી કાર્યોમાં આધારકાર્ડની જરૂરિયાત જોવા મળે છે. તે એક સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. તે Unique Identification Authority of India (UIDAI) દ્વારા જારી કરવામાં આવ્યું છે, જે વપરાશકર્તાઓની બાયોમેટ્રિક અને વસ્તી વિષયક માહિતીને રેકોર્ડ કરે છે.

આધાર કાર્ડ અસલી છે કે નકલી જાણો 

  • સૌપ્રથમ તમારે આધાર કાર્ડ ની વેબસાઈટ પર જવાનું રહેશે www.uidai.gov.in 
  • ત્યારબાદ તમારે Verify an Aadhar પર ક્લિક કરવાનું રહેશે.
  • Verify an Aadhar પર ક્લિક કરી નવું પેજ ખુલશે જેમાં તમારે તમારા આધાર કાર્ડ ના નંબર નાખવાના રહેશે અને સિકયુરિટી માટે Captcha ભરવાનો રહેશે. અને Proceed to Verify પર ક્લિક કરવાનું રહેશે.
  • તમારા આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક છે કે નહિ અથવા લિંક છે તો કયો મોબાઇલ નંબર લિંક છે. તે તમે જોઈ શકો છો.
  • અસલી હશે તો તમને અહીંયા જોવા મળશે કે આધાર કાર્ડ જેનું છે એની ઉમર , જાતી, કયું રાજ્ય છે અને મોબાઇલ નંબર પણ જોઈ શકો છો. અને નકલી હશે તો આ માહિતી તમને જોવા નહિ મળે. આવી રીતે તમે જાણી શકો છો કે જે કોઈ નું પણ આધાર અસલી છે કે નકલી.