ત્રણ સાગરીતોની ધરપકડ,નાડીદોષનાં પ્રોડ્યુસર મુન્ના શુક્લા વિરુદ્ધ 65 લાખની છેતરપિંડીની ફરિયાદ..
સુરત: રાજ્યમાં વધુ એક મોટી છેતરપિંડીની ફરિયાદ સામે આવી છે. જેમાં ગુજરાતની બહુચર્ચિત ફિલ્મ નાડી દોષનાં પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલાની સંડોવણી બહાર આવતા ચકચાર મચી ગઇ છે. ફિલ્મ પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુકલા વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઇ છે. પોન્ઝી સ્કીમ બતાવી 65 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. જેમાં મુન્ના અને તેના અન્ય છ સાગરીતોએ રોકાણકારોને મહિને ચાર ટકા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે ટોળકીના ત્રણ સાગરીતોની ધરપકડ કરી લીધી છે. પોલીસે રોકાણ કરાવનાર એજન્ટ વિમલ ઇશ્વરભાઇ પટેલ, મયૂર નાવડિયા અને હેપ્પી કિશોરભાઇ કાનાણીની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.