બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

રાજસ્થાનમાં ગેંગસ્ટરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ફોલો કરવા બદલ 48ની ધરપકડ

અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, જયપુર પોલીસે ગેંગસ્ટરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ફોલો કરનારાઓ સામે કાર્યવાહીમાં 48 લોકોની ધરપકડ કરી છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તર) પેરિસ દેશમુખે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર રીઢો ગુનેગારોને ફોલો કે 'લાઈક' કરનારા 37 લોકોની જયપુર કમિશનરેટ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જ્યારે 11 લોકોને જિલ્લા જયપુર (ઉત્તર) દ્વારા પકડવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે આ યુવકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે આવા યુવકોના સંબંધીઓને પણ જિલ્લા કક્ષાએ રચવામાં આવેલ કાઉન્સેલિંગ સેલ દ્વારા સલાહ આપવામાં આવી રહી છે કે જેથી તેઓ ગુનેગારો અને કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહે.

દેશમુખે એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહ્યું છે કે શહેરના યુવાનો ગંભીર ઘટનાઓમાં સંડોવાયેલા લોકોને ફોલો કરી રહ્યાં છે.

આ ગુનેગારો અને જેઓ સોશિયલ મીડિયા પર તેમને ફોલો કરે છે અને 'લાઈક' કરે છે તેમના પર નજર રાખવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું. દેશમુખે ઉમેર્યું હતું કે, આ ટીમો ગુનેગારોના નામે ચાલતા સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરી રહી છે અને તેમને અનુસરનારા લોકોની ઓળખ કરી રહી છે.