બાંગ્લાદેશ બોર્ડર પર ફિશ ટ્રકમાંથી રૂ. 2.78 કરોડના સોનાના બિસ્કિટ જપ્ત કરાયા
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બાંગ્લાદેશ સરહદે માછલીઓનું પરિવહન કરતી ટ્રકમાંથી 2.78 કરોડ રૂપિયાના સોનાના બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે, એમ BSFએ રવિવારે જણાવ્યું હતું.
આ ટ્રક શનિવારે રાત્રે બાંગ્લાદેશના સતખીરાથી ભારત આવી રહી હતી ત્યારે પેટ્રાપોલ ચેકપોઇન્ટ પર તેને અટકાવવામાં આવી હતી, એમ તેણે જણાવ્યું હતું.
આશરે 4.6 કિલો વજનના સોનાના બિસ્કિટ કાચી માછલીના ક્રેટની નીચે છુપાવેલા મળી આવ્યા હતા, એમ તેણે ઉમેર્યું હતું.
બીએસએફે જણાવ્યું હતું કે ટ્રકના ડ્રાઇવરને પકડી લેવામાં આવ્યો હતો અને સોનાના બિસ્કિટ અને ટ્રક જપ્ત કરવામાં આવી હતી.