કેન્દ્ર સરકારના મંત્રી માંડવીયાના હસ્તે ભારતના સૌથી મોટા અને પ્રથમ વર્ચ્યુઅલ હેલ્થકેર એન્ડ હાઈજીન એક્સપો-2020નું ઉદઘાટન કરાયું...
કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના વહાણવટા મંત્રી (સ્વતંત્ર હવાલો) અને રસાયણ અને ખાતર વિભાગના મંત્રી મનસુખ માંડવીયાએ આજે ભારતના સૌથી મોટા અને વર્ચ્યુઅલ હેલ્થકેર એન્ડ હાઈજીન એક્સપો 2020નુ ઉદઘાટન કર્યુ હતું. આ એક્સપોનુ આયોજન ફેડરેશન ઓફ ઈન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફીક્કી) દ્વારા કરવામાં આવ્યુ હતું.
આ સમારંભનુ ઉદઘાટન વરચ્યુઅલી કરવામાં આવ્યુ હતુ અને તે તા. 22 થી 26 જૂન 2020 સુધી દરરોજ લાઈવ રહેશે. ઝાંસીના સાસંદ શ્રી અનુરાગ શર્મા અને ફીક્કીની આયુષ કમિટીનાં ચેરમેન, ડો. સંગીતા રેડ્ડી, ફીક્કીનાં પ્રેસીડેન્ટ, રમતની દુનિયાનાં પ્રસિધ્ધ ખેલાડી કુ. પી.વી. સિંધુ, ફીક્કી મેડિકલ ડિવાઈસ ફોરમના ચેરમેન શ્રી બદ્રી આયંગર તથા ઉદ્યોગ જગતના અન્ય પ્રતિનિધિઓ આ વર્ચ્યુઅલ એક્સપોના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહ્યા હતા.
ભારતનો આ સૌ પ્રથમ અને સૌથી મોટો વર્ચ્યુઅલ એક્સપો છે અને તેની મારફતે એક નવો પ્રારંભ થયો છે. આ એક નવી અને સ્વીકૃત પ્રણાલીનો પ્રારંભ થયો છે, હવે ડિજિટલ ઈન્ડીયા આગળ ધપી રહ્યુ છે તેથી તેમાં વર્ચ્યુઅલ પ્રણાલીથી બિઝનેસ થશે.
ઉદઘાટન સમારંભમાં મંત્રીએ જણાવ્યુ હતું કે “આ સ્વનિર્ભર ભારત માટે નિર્માણ પામેલી વ્યવસ્થા છે, જેનાથી ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્ર અને આરોગ્ય તથા સ્વચ્છતા ક્ષેત્રે સ્થાનિક ઉત્પાદનને વેગ આપવામાં સહાય થશે. હેલ્થ, હાઈજીન અને સેનિટેશન, મેડિકલ ટેક્ષ્ટાઈલ્સ એન્ડ ડિવાઈસીસ, આયુષ અને વેલનેસ સેકટર કોરોના વાયરસ મહામારી સામે લડત આપવાના આપણા નિશ્ચયમાં વ્યાપક મહત્વ ધરાવે છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2014 પછી પ્રધાનમંત્રી દ્વારા આ દિશામાં જાહેર કરવામાં આવેલી, દરેક આવાસને ટોયલેટ, “આયુષ્યમાન ભારત ” યોજના હેઠળ 10 કરોડ પરિવારોને તબીબી સારવાર હેઠળ આવરી લેવા, “સ્વચ્છ ભારત અભિયાન” , “સુવિધા સેનેટરી નેપકીન્સ” વગેરે જેવી વિવિધ પહેલ અંગે ભારપૂર્વક વાત કરી હતી. તેમણે દરેક વ્યક્તિને પોસાય તેવા દરે ગુણવત્તા યુક્ત દવાઓ પૂરી પાડતા જન ઔષધી સ્ટોર્સ અંગે પણ વાત કરી હતી. નરેન્દ્ર મોદી સરકારના દ્રઢ વિઝનને કારણે આ નિર્ણયો શક્ય બન્યા છે.
તેમજ તેમણે વધુમાં જણાવ્યુ હતું કે મહિલાઓના સારા આરોગ્ય એ વિશેષ મહત્વ આપવા પાત્ર અને તેની ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા પાત્ર બાબત છે. પી.વી. સિંધુના એ કથન સાથે તેઓ સંમત થયા હતા કે ફીટનેસ અને સ્વચ્છતાએ હેલ્થકેર ક્ષેત્રનો મહત્વનો હિસ્સો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે “વ્યક્તિ પોતે શારીરિક રીતે ચુસ્ત હોવી જોઈએ તથા પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે રોજબરોજ કસરત કરતા રહેવુ જોઈએ”
માંડવીયાએ તાજેતરમાં ભારતમાં બલ્ક ડ્રગ પાર્ક અને મેડિકલ ડિવાઈસ પાર્ક સ્થાપવા માટે સરકારે કરેલી નીતિ વિષયક જાહોરાતો અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યુ કે ખાનગી ક્ષેત્ર ભારતમાં આ પ્રકારના પાર્ક સ્થાપવા ઈચ્છતુ હોય તો સરકાર શેરમૂડીમાં સહાય કરીને તેમેને મદદ કરવા માટે તત્પર છે. તેમણે વિગતે સમજાવ્યુ હતું કે આ પ્રકારની જાહેરાતો પ્રધાન મંત્રીએ જાહેર કરેલા આત્મનિર્ભર ભારત અભિયાનમાં વેગ આપનાર પરિબળ બની શકે છે. મંત્રીશ્રીએ તમામ નાગરિકો તથા ખાસ કરીને ડોકટરો, નર્સો, પોલિસ વગેરે જેવા ફ્રન્ટલાઈન વર્કર્સે જે જહેમત ઉઠાવી છે તેની પ્રશંસા કરી હતી અને ઉત્પાદન ક્ષેત્રે સંકળાયેલા સમુદાયનો ઉલ્લેખ કરતાં જણાવ્યુ હતું કે તેમણે આફતને અવસરમાં પલટી દીધી છે.
આ ઉપરાંત મનસુખભાઈએ તમામ નાગરિકો અને ખાસ કરીને ડોકટરો, નર્સો, પોલિસ વગેરે જેવા ફ્રન્ટલાઈન વર્કર્સ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરી હતી અને આ ઉપરાંત ઉત્પાદન કરવાની કામગીરી સાથે સંકળાયેલા સમુદાયની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યુ હતું કે તેમણે પ્રસંગને અનુરૂપ કૌવત દાખવીને આફતને અવસરમાં પલટી નાખી હતી. આરોગ્ય ક્ષેત્રની વિવિધ માળખાકીય સુવિધાઓને વેગ આપવા ઉપરાંત પથારીઓની સગવડ વધારવા, પીપીઈ કીટસ, માસ્કસ, વેન્ટીલેટર્સ, અને ડિવાઈસિસના ઉત્પાદન માટે થયેલી કામગીરીને પ્રશંસા કરતાં તેમણે જણાવ્યુ હતું કે ભારતના કોર્પોરેટ જગતે સરકાર સાથે ખભાથી ખભો મિલાવીને કામ કર્યુ છે.
માંડવીયાએ આયુષના લાભ અંગે તથા આયુષનાં ઉત્પાદનો કેવી રીતે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા બજાવે છે તેની વાત કરતાં જણાવ્યુ હતું કે "પરંપરાગત ઔષધો કોરોનાની કટોકટી નિવારવાના સરકારના પ્રયાસોમાં મહત્વનો સહયોગ આપી રહ્યાં છે."