બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

શું તમારે UPSC/GPSC ક્લિયર કરવી છે?

દિલ્હી જેવા સેન્ટરમાં જઈ કોચિંગ કરી શકો તેવી આર્થિક સદ્ધર પરિસ્થિતિ નથી? 


તો તમારા માટે ખૂબ ઉજળી તક આવી છે.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રાજકોટ ખાતે પોતાના કેમ્પસમાં જ ગયા વર્ષ(2019)થી સૌરાષ્ટ્ર UPSC ટ્રેનીંગ સેન્ટર શરૂ કર્યું છે. જૈન ઇન્ટરનેશનલ ઓર્ગનાઇજેશનના સહયોગથી શરૂ થયેલ આ ટ્રેનીંગ સેન્ટરમાં ફ્રી કોચિંગ આપવામાં આવે છે. પણ શરત એ છે કે તમારે તેની એન્ટ્રસ પાસ કરવી પડે.


હા, આ વર્ષની 156 વિદ્યાર્થીઓની  બેચ શરૂ કરવા માટેની ઓનલાઈન એન્ટ્રસ ટેસ્ટની જાહેરાત આવી ગઈ છે.
su-jioupsc વેબસાઈટ ઉપર તપાસ કરી તમે ફોર્મ ભરવા સહિતની બધી જ માહિતી મેળવી શકો છો.

તો તૈયાર થઈ જાઓ મિત્રો... અભાવો વચ્ચે જીવનારાઓને પોતાના સપના સાકાર કરવાની ઉત્તમ તક છે.


156 સીટ ભરવા માટેની જાહેરાત આવી ગઈ છે.

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :01/07/2020 થી 15/07/2020


પરીક્ષાની તારીખ : 26/07/2020

ઇન્ટરવ્યૂ તારીખ 30/07/2020


એ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થયેલા 156 વિદ્યાર્થીઓની તા.01/08/2020 થી ટ્રેનીંગ શરૂ થશે.




200 માર્કસની ઓનલાઈન ટેસ્ટ માટે 100 પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં નેગેટિવ માર્કિંગ પણ છે. એટલે ધ્યાન રાખીને જવાબ આપવા.


આ પ્રવેશ પરીક્ષા ગ્રેજ્યુએટ થયેલા કે T.Y.ની પરીક્ષા આપી ચૂકેલા (પરિણામ બાકી હોય તેવા) કોઈપણ વિદ્યાર્થીઓ આપી શકે છે. તમે કોલેજના છેલ્લા વર્ષમાં હો તો પણ આ પરીક્ષા આપી શકો છો. વધુ વિગતો વેબસાઈટ ઉપરથી મળશે.


મિત્રો, આપના સપના સાકાર કરવાની આ એક ઉત્તમ તક છે.


દિલ્હીના શ્રેષ્ઠ કોચિંગ ક્લાસના પ્રોફેસરો આ સેન્ટરમાં આવી ભણાવે છે,ઉત્તમ માર્ગદર્શન મળવાનું છે.


આપ અથવા આપની આજુબાજુમાં કોઈ વિદ્યાર્થીઓ આ સેન્ટરમાં પ્રવેશ મેળવી GPSC કે UPSC પરીક્ષાની માટે ફ્રીમાં કોચિંગ લેવા માંગતા હો તો ઉત્તમ તક છે.


તો રાહ કોની જુઓ છો. ભરી નાખો ઓનલાઈન ફોર્મ !!


નોંધ: આ મેસેજને વ્હોટ્સ અપ, ફેસબુક કે અન્ય માધ્યમથી વધુને વધુ ફેલાવવા વિનંતી. ક્યાંક કોઈના સપના સાકાર કરવા આપ પણ નિમિત્ત બની શકો છો.