બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ જિલ્લામાં કોરોના કામગીરીના નોડલ અધિકારી અને આર.ટી.ઓ. કમિશનર રાજેશ માંજુ કન્ટેઇનમેન્ટ વિસ્તારોની મુલાકાતે

પંચમહાલ જિલ્લામાં કોરોના કામગીરીના માર્ગદર્શક અને નિરીક્ષક તરીકે નિમાયેલા આર.ટી.ઓ. કમિશનર રાજેશ માંજુએ કોવિડ-૧૯ પોઝિટિવ કેસો મળી આવ્યા છે તેવા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેકટર અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી એ.જે. શાહ સાથે કાલોલ તાલુકાના બેઢિયા અને હાલોલ નગરપાલિકાના અવંતીનગર સોસાયટી વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ સ્થાનિક નાગરિકોના પ્રતિભાવ મેળવ્યા હતા. કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં માસ્ક, થુંકવા પર પ્રતિબંધ સહિતના નિર્દેશોનું સખ્તાઈથી પાલન થાય તે સુનિશ્ચિત કરવા તેમણે સૂચના આપી હતી. 


સંક્રમણથી બચાવવામાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ મોટી ભૂમિકા ભજવતી હોવાથી આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસારના આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ નિયમિત રીતે કોઈ ગફલત વિના થાય તે જોવા કમિશનરશ્રીએ સૂચના આપી હતી. આ ઉપરાંત, વિતરણ સમયે લોકોને આ ઉકાળા અને દવાઓના મહત્વ વિશે સમજણ આપી તેઓ રૂબરૂ સેવન કરે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે કોરોના પ્રભાવિત વિસ્તારોમાં નિયમ અનુસાર થતી એક્ટિવ સર્વેલન્સ, મેડીકલ સર્વે તેમજ સેનિટાઇઝેશન સહિતની કામગીરીની વિગતો મેળવી હતી. સંક્રમિત વ્યક્તિઓને વહેલી તકે શોધી, અલગ તારવી લેવાથી સંક્રમણનો ફેલાવો ધીમો પાડી મર્યાદિત રાખી શકાય છે તેથી પ્રમાણમાં વધુ જોખમ ધરાવતા કોરોના પ્રભાવિત વિસ્તારોમાં એક્ટિવ સર્વેલન્સને વધુ સચોટ અને અસરકારક રીતે કરવા તેમજ સ્થાનિકોનો સહયોગ મેળવી નિયમિત ફોલોઅપ લેવા તેમણે તાકીદ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહે કોરોના પ્રભાવિત વિસ્તારોમાં લોકો માસ્ક પહેરવા સહિતના બચાવ અંગેના નિર્દેશોનું ચુસ્ત પાલન કરે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. 


આ અગાઉ, ગોધરા તાલુકાના મોર ડુંગરા ગામે ધન્વંતરિ રથની મુલાકાત લઈ કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ.