બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કર્ણમાં મહાભારત યુદ્ધના પરિણામને બદલવાની શક્તિ હતી, પણ....

હમણાં થોડા દિવસ પેલા જ ઘરના બધા સભ્યો મહાભારત જોઈ રહ્યા હતા, કર્ણ અને ઇન્દ્રનો એક પ્રસંગ ચાલી રહ્યો હતો.ઇન્દ્રએ કર્ણ પાસે એના કવચ અને કુંડળ માંગ્યા અને દાનવીર કર્ણએ સ્વેચ્છાએ આપી દીધા. આ પ્રસંગ જોઈ મારાં મુખમાંથી  બોલાઈ ગયું કે,  કર્ણ આખી ઝીંદગી દુઃખી ને દુઃખી જ રહ્યો!  મારી બાજુ માં બેઠેલા મારાં પિતા બોલ્યા કે જે માણસ જન્મથી જ દુઃખી હોઈ એ એની આખી ઝીંદગી દુઃખી જ રહે આવી લોકવાયકા છે. આ સાંભળી મને આશ્ચર્ય થયું, હવે આવું એમણે કદાચ એમના જીવનના ઘણા જોયેલા અનુભવ પ્રમાણે કહ્યું હશે.


પણ હું ત્યાંજ ના રોકાયો, મારી ઈચ્છા કર્ણ વિશે વધારે ને વધારે જાણવાની થઇ અને મનમાં સવાલોના ઘોડા દોડવા લાગ્યા. જેમાંનો એક સવાલ એ પણ થયો કે શું કર્ણમાં શક્તિ ન હતી યુદ્ધનું પરિણામ બદલવાની? કર્ણ અને અર્જુનના પરાક્રમમાં મને એક કણ જેટલોય ફેર નથી લાગતો (ઘણા ને ફેર લાગતો પણ હોઈ), તો શું કામ મહાભારતના યુદ્ધમાં કર્ણનો પરાજય અને અર્જુનનો વિજય થયો?




જયારે જયારે   પણ મહાભારતની વાત થાય ત્યારે કર્ણ વિશે વિચાર અનાયાસ જ આપણને યાદ આવી જાય છે, કેટલું એનું પરાક્રમ? એની ઉપલબ્ધીઓ અને શૌર્ય, જે નાનપણથી એણે પોતાની મેહનતથી પ્રાપ્ત કરેલું.


ઇતિહાસ તો ત્યાં સુધી વર્ણવે છે કે મહારથી કર્ણ પણ મહાભારતનું પરિણામ જાહેર કરી શકવાનું સાહસ ધરાવતો હતો, તો પછી કર્ણ હાર્યો શું કામ ?આપણે કર્ણના જીવનથી ઘણુંબધું શીખી શકીએ છીએ, કર્ણના જીવનમાંથી ઘણા સંદેશ આપણને મળે  છે. કર્ણ એટલે મહાભારતનું  એક એવું ચરિત્ર જે આપણા સમક્ષ ઘણા ઉદાહરણ દાખવે છે. તેં પછી પરોક્ષ હોઈ કે અપરોક્ષ.


છેલ્લે કર્ણ વિશેના મારા સવાલોના વિચારોમાં  હું ત્યાં જઈને પહોચ્યો જ્યાં મને એ ખબર પડી કે, જો તમારો ઉદેશ્ય ખોટો હોય, તમારી સંગતિ ખોટી હોય, તમારા ઉદેશ્યના પુરા થવાથી સમાજ સામે એક ખોટું ઉદાહરણ બેસવાનું હોય, તમે અસત્યની સાથે હો, તો તમારામાં રહેલા શૌર્ય અને સાહસની ખૂબી પણ તમારી ઉણપ બનવા લાગે છે.


કદાચ  આવુજ થયું છે કર્ણની સાથે. કર્ણની બધી જ ઉપલબ્ધીઓની સાથે નિયતિએ એની સીમા બનાવી દીધી હતી, કેમકે એનો ઉદેશ્ય ક્યાંક ને ક્યાંક સત્યને આહત કરે એવો હતો.


એટલે જ કહેવાયું છે કે જો ઉદેશ્ય તમારો સાચો હોય, કામ કરવાની ધગશ કે મોટીવ તમારો સાચો  હોય તો ભલે ઉતાર ચડાવ આવે જીવનમાં,મુશ્કેલી પણ આવશે અને લોકો વિરોધ પણ કરશે, પણ તમારામાં રહેલી ખૂબી અને પ્રતિભા અંત સુધી તમારો સાથ આપશે અને છેલ્લે વિજય પણ મળશે.


પણ જો તમે ખોટા કાર્યોમાં તમારી શક્તિ  કે તમારી પ્રતિભાનો ઉપયોગ કર્યો તો  તમારી ખૂબી જ તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.


આજ કારણ હતું કે કર્ણ મહાભારતનું યુદ્ધ ના જીત્યો, કદાચ એ જીતી જાત તો સમાજ સામે એક ખોટું ઉદાહરણ સાબિત થાત. એટલે જ નિયતિએ એને જીતવા ના દીધો.


બાકી તો કીર્તિઓને સમેટવા વાળો, ગુણો થી ભરેલી ખાણ, મહાભારતનો એક અલગજ છબીનો યોદ્ધા હતો મહારથી કર્ણ...