બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવતો દેશ....

નમસ્તે મિત્રો આજે આપણે જાણીશું એક એવા દેશ વિશે જે દેશનો કોઈ પણ ભાગ સમુદ્ર થી 128 km લાંબો નથી એટલે કે દરિયા કિનારે થી શરૂ કરી ને વધુ ને વધુ 128 km લંબાઈ ધરાવે છે.. આ દેશ એટલે કે ન્યુઝીલેન્ડ ..તો ચાલો જાણીએ ન્યુઝીલેન્ડ વિશે થોડી મજેદાર વાતો..


1. ન્યુઝીલેન્ડ નું KZ નામનું એક પક્ષી છે જે કાર ના વાઈપર ખેંચે છે અને બારી પર નું ફરતું રબર ખાઈ છે.

2. ન્યુઝીલેન્ડ ઇ.સ. 2009 વિશ્વના શાંતિ પ્રિય દેશો માં પ્રથમ સ્થાન પર હતું.

3. ભ્રષ્ટાચાર ધારણા સૂચકઆંક પ્રમાણે ન્યુઝીલેન્ડ (ડેનમાર્ક ની સાથે જોડાયેલ) વિશ્વ નો સૌથી ઓછો ભ્રષ્ટ દેશ છે.

4. નેલ્સન નેશનલ પાર્ક માં "બ્લ્યુ લેક" દુનિયાનું સૌથી શુદ્ધ પાણી વાળું તળાવ છે.

5. દુનિયાની સૌથી નાની પ્રજાતિ ની ડોલ્ફિન ન્યુઝીલેન્ડ માં જોવા મળે છે.

6. આ દેશ માં કોણ પણ દેશી સાપ નથી જોવા મળતા.

7. ન્યુઝીલેન્ડ માં મુખ્યત્વે 3 ભાષાઓ વધુ બોલાય છે : અંગ્રેજી, માઓરી અને ન્યુઝીલેન્ડ સાઈન લેન્ગવેજ

8. ન્યુઝીલેન્ડમાં દર વર્ષે સ્ફુબા ડ્રાઇવિંગ કરતી વખતે સૌથી વધુ મૃત્યુ થાય છે.

9. સૌથી વધુ પેન્ગવીન ની વસ્તી ન્યુઝીલેન્ડ માં છે.

10. ઇ.સ. 1893 માં મહિલા ને મતદાન નો અધિકાર દેવા વાળો પ્રથમ દેશ ન્યુઝીલેન્ડ હતો.

11. ઓકલેન્ડ શહેરમાં દર 3 ઘર માંથી 1 ઘર વાળા પાસે પોતાની હોડી છે.

12. Newzeland શબ્દ નો માઓરી અર્થ થાય છે ''લાંબા સફેદ વાદળો ની ભૂમિ''

13. ન્યુઝીલેન્ડ ની 15% વસ્તી માઓરી છે.

14. ન્યુઝીલેન્ડ ને કિવી નો દેશ ગણવામાં આવે છે , કિવી એ અહિયાનું એક પક્ષી છે જે ઉડી નથી શકતું.

15. ન્યુઝીલેન્ડ વિશ્વ ના સૌથી ઓછી વસ્તી ધરાવતા દેશમાંથી એક દેશ છે..અહીંયા ની વસ્તી 50 લાખ આજુ બાજુ છે.


આ હતા ન્યુઝીલેન્ડ દેશ વિશે ના મજેદાર ફેક્ટ્સ..આવા અવનવા દેશ તથા મજેદાર ફેક્ટ્સ વિશે જાણવા ફોલ્લોવ કરવાનું ના ભૂલતા..અને આપના મિત્રો સુધી શેર કરી ને પોહચાડશો...


અભય પંડ્યા.