બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મધ્યગુજરાતના પંચમહાલ,દાહોદ અને મહિસાગર જિલ્લાના ખેડૂતો જોઈ રહેતા છે સારા વરસાદની રાહ

રાજ્યના સૌરાષ્ટ્રમાં વધુ વરસાદને લઈને ખેડૂતોનો પાક નિષ્ફળ જવા પામ્યો છે ત્યારે મધ્ય ગુજરાતના પંચમહાલ દાહોદ અને મહીસાગર જીલ્લામાં ઓછા વરસાદને લઈને ખેડૂતો હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે, ધીમીધારે પડેલા વરસાદને લઈને મકાઈના પાકને તો જીવતદાન મળ્યું છે પરંતુ ડાંગરના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રાહી છે.


રાજ્યના સૌરાષ્ટ્રમાં આ વર્ષે સીઝનનો ૭૦% ઉપરાંત વરસાદ અત્યારે જ વરસી ચુક્યો છે ત્યારે મધ્ય ગુજરાતના પંચમહાલ દાહોદ અને મહીસાગર જીલ્લામાં આ વર્ષે સીઝનનો સરેરાશ ૨૦% જેટલો વરસાદ નોધાવા પામ્યો છે જેને લઈને માત્ર વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે. પંચમહાલ જીલ્લાની વાત કરવામાં આવે તો જીલ્લામાં કુલ ૧.૭૧ લાખ હેક્ટર વાવેતર લાયક વિસ્તાર પૈકી પ્રથમ વરસાદ બાદ ૮૭૦૦૦ હેકટર વિસ્તારમાં ખેડૂતો દ્વારા વાવણી કરી દેવામાં આવી હતી બાદમાં વરસાદ ખેંચાતા વાવણી કરવામાં આવેલ મકાઈ, બાજરી,તુવેર,ડાંગર સહિતના તમામ પાકો નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ હતી દરમિયાન છેલ્લા ૨ દિવસથી ધીમીધારે વરસાદ આવતા ખેડૂતોએ વાવણી કરેલ મકાઈના પાકને જીવતદાન મળ્યું છે, જેને લઈને એક તરફ ખેડૂતોમાં આશા બંધાઈ હતી કે હવે વરસાદ આવશે અને બાકીના પાક ડાંગર,તુવેર સહિતને પ-પણ જીવતદાન મળશે પરંતુ વરસાદ હાલ બંધ થઇ જતા ડાંગર પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.


પંચમહાલ જીલ્લામાં વરસાદ ઓછો થવાને લઈને હાલ ડાંગરના પાકને નુકસાન જવાની ચિંતા વચ્ચે જીલ્લાના જળાશયોમાં પણ હાલ પાણીની આવક નોધાવા પામી નથી. જેને લઈને કેનાલ આધારિત ખેતી કરતા ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે. પંચમહાલ જીલ્લામાં આવેલા મુખ્ય જળાશયો પાનમ અને હડફ ડેમમાં હજુ સુધી પાણીની આવક નોધાવા પામી નથી. જિલ્લા ખેતીવાડી અધિકારી પણ જણાવી રહ્યા છે કે વરસાદ ઓછો હોવાને લઈને પંચમહાલ જીલ્લામાં ડાંગરના ધરુંની રોપણી કરવામાં આવી છે તેને નુકસાન થઇ શકે છે જો આગામી ૭ દિવસમાં ૨ થી ૩ ઇંચ જેટલો વરસાદ ન આવે તો ડાંગરનો પાકને અસર પહોંચી શકે તેમ છે , ત્યારે હવે ખેડૂતો એક જ મીટ માંડીને બેઠા છે કે પંચમહાલ જીલ્લા પર પણ મેઘરાજા હેત વર્ષાવે અને તેમના પાકને જીવતદાન મળે.