બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આધુનિક વ્યસ્ત જીવનમાં પ્રવાસ કેટલો જરૂરી???

પ્રવાસ

આજની આપણી લાઇફ એટલી ઝડપી થઇ ગઇ છે કે પરિવારના સભ્યો પણ એક બીજાને જે સમય આપવાનો હોય છે તે આપી શકતા નથી.અભ્યાસ કરતો વિદ્યાર્થી હોય, યુવાન હોય કે પછી ગૃહીણી હોય દરેક વ્યક્તિ પાસે એક જ વાત સાંભળવા મળે કે મારી પાસે ટાઇમ નથી. મશીનની જેમ કામ કરતા લોકો કામકાજમાં જ એટલા ડૂબેલા રહે છે કે પોતાની હેલ્થનુ પણ તેમને ધ્યાન રહેતુ નથી. આવા સંજોગોમાં પ્રવાસ એ જીવનનો એક જરૂરી ભાગ છે.

 

સાઇકોલોજીકલ રીતે વિચારીએ તો માણસ જ્યારે કોઇ પ્રશ્નનો ઉકેલ લાવી શકતો ન હોય અને પોતે તેમાં એટલો બધો અટવાઇ ગયો હોય, દિલો દિમાગ પર જોર આપવા છતા એનો કોઇ ઉકેલ મળતો ન હોય તો આવી સમસ્યાનો સંપૂર્ણ વિચાર બંધ કરીને તેને ભુલી જવી જોઇએ. હુ માનુ છુ કે પ્રવાસ પણ આવી બાબતો ભુલી જઇ એક નવી દુનિયા જાણવા માટેનો એક સમયગાળો છે.

 

આમ તો પ્રવાસે જવું સૌ કોઇ માટે ખુશીની વાત છે પરંતુ વિદ્યાર્થી જીવનમાં શિક્ષણની સાથે સાથે પ્રવાસ કરવો એ દરેક વિદ્યાર્થીનુ સપનુ હોય છે મિત્રોનો સાથ હોય, મનપંસદ સ્થળ હોય, ખાવા-પીવાનુ અને હસી મજાક કરવાનુ કોને ન ગમે, સાથે જ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને એ પર્યટન સ્થળ અંગે જે સમજ અને જાણકારી આપવામાં આવે તે કાયમ માટે યાદગાર રહે છે


પ્રવાસ શા માટે?

પ્રવાસનો શોખ જો વિદ્યાર્થીકાળમાં વિકસાવ્યો હોય તો આજીવન માનવી કંટાળતો નથી. પ્રવાસ તો મન મસ્તિક અને અને આપણા આંતરઆત્માને વિશાળ, ઉદાર અને દ્રઢ બનાવનારી પ્રવૃતિ છે. સાહસિકતા, સહિષ્ણુતા, માનવતા, વ્યવહાર કુશળતા અને નિયમિતતા જેવા જીવનને ઘડનારા મૂલ્યવાન ગુણો પ્રવાસ દ્વારા વિકસે છે. વિદ્યાર્થીઓમાં સૌંદર્યદ્રષ્ટિ વિકસે છે. સહકારની ભાવના કેળવાય છે.મુશ્કેલીને હસતા હસતા પાર કરવાની તાલીમ મળે છે અને સૌથી ખાસ બાબત તો એ કે ઝીંણામા ઝીંણી બાબતનું ચોક્સાઇથી આયોજન કરવાની ટેવ પડે છે.


પ્રવાસ દરમ્યાન આટલું ખાસ ધ્યાન રાખો.