બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોના કહેર વચ્ચે ગુજરાતી ફિલ્મ ''છેલ્લો કાર્ડિયોગ્રામ ''નું શૂટિંગ થશે શરૂ, જાણો આ ફિલ્મ વિશે......

કોરોનાની મહામારી ના કારણે સમગ્ર દેશ થભી ગયો છે ત્યારે ધીમે ધીમે હવે દેશ અનલૉક તરફ આગળ વધી રહો છે ત્યારે હવે ગુજરાતી મૂવીઝ નું પણ શૂટિંગ હવે શરૂ થશે. અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવી ફિલ્મ આવી રહી છે. જેનું નામ છેલ્લો કાર્ડિયોગ્રામ છે . આ ફિલ્મમાં લવ સ્ટોરી ની સાથે હાર્ટ ડોનેશન અંગે નો સંદેશો પણ જોવા મળશે .આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિના દરમિયાન શરૂ થશે .આ મુવી ના ડિરેક્ટરે યશ વૈદ્ય છે..યશ વૈધે જણાવ્યું હતું કે આજના સમયમાં લોકોમાં બ્લડ ડોનેશન અને આઈ ડોનેશનની સમજ કેળવાય તે ખૂબ જ જરૂરી છે  જેથી અમે આ પ્રકરના કન્સેપટ ઉપર એક મુવી બનાવા જે રહ્યા છે.


ફિલ્મના શૂટિંગ અંગે યશ વૈદ્ય જણાવે છે કે, 'આ ફિલ્મનું શૂટીંગ ગુજરાતના ગામડાઓમાં અને કેટલાક શહેરોમાં કરવામાં આવશે. સાથે જ આ ફિલ્મના શૂટીંગ દરમિયાન કોરોના વાઈરસની મહામારીને  ધ્યાનમાં લઈને સરકાર દ્વારા જે પણ ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.

આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ મહિનામાં થશે આ ફિલ્મ લોકોને એટલા માટે કનેક્ટ કરશે કારણ કે આ ફિલ્મમાં લવ સ્ટોરીની સાથે એક અવેરનેશ મેસેજ પણ આપવામાં આવશે. સાથો સાથ અર્બન ગુજરાતી લવ સ્ટોરી વાળી ફિલ્મમાં પહેલી વાર હનુમાન ચાલીસા અને શિવ તાંડવ જોવા મળશે..."


મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ ના સહયોગથી બની રહેલી આ ફિલ્મમાં આકાશ ઝાલા, જાનવી ચૌહાણ, કુંપલ પટેલ, યશ વૈદ્ય, ચિલ્કા પ્રિત, નિસર્ગ ત્રિવેદી, ચેતન દહીયા, મુકેશ રાવ, હરેશ ડાઘિયા સહીતના જાણીતા કલાકારો જોવા મળશે.