બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

શાહરુખ ખાનને અમદાવાદની ગરમી લાગી:SRKનો રિપોર્ટ નોર્મલ, હાલ ઓબ્ઝર્વેશન હેઠળ; ગૌરી અને સુહાના હોસ્પિટલમાં ખડેપગે

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શાહરૂખને ગઈકાલે બપોરે ડીહાઈડ્રેશનના કારણે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અભિનેતા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈ જવા રવાના થશે.


બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. કિંગ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.


અભિનેતાને ગઈકાલે (બુધવાર) બપોરે ડીહાઈડ્રેશનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શાહરૂખને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


હવે કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતાની તબિયતમાં સુધારો થયો છે. ડિસ્ચાર્જ બાદ શાહરૂખ અમદાવાદ એરપોર્ટથી ચાર્ટર પ્લેનમાં મુંબઈ જશે.


હાલમાં જ તેની મેનેજર પૂજા દદલાનીએ શાહરૂખ ખાનના સ્વાસ્થ્યને લઈને અપડેટ આપી હતી. કિંગ ખાનની મેનેજરે પોસ્ટ શેર કરીને લખ્યું કે શાહરૂખની તબિયત હવે પહેલા કરતા ઘણી સારી છે.


પૂજાએ લખ્યું - હું ખાનના તમામ શુભેચ્છકો અને ચાહકોને કહેવા માંગુ છું કે તેમની તબિયત પહેલા કરતા સારી છે. તમારા બધા પ્રેમ, પ્રાર્થના અને ચિંતા માટે આભાર.