25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

પ્રેગનેન્ટ છે કેટરિના કૈફ? જાણો કેમ અને કેવી રીતે સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચા?

બોલિવૂડની મોટી અભિનેત્રીઓ માં બનવા જઈ રહી હોવાના અહેવાલોમાં કેટરિના કૈફનું નામ પણ જોડાઈ રહ્યું છે. જો કે આ બાબતે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.અભિનેત્રી કેટરીના કૈફે પતિ વિકી કૌશલના જન્મદિવસની કેટલીક ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો પોસ્ટ કરતી વખતે કેટરિના કૈફ

પ્રેગનેન્ટ છે કેટરિના કૈફ? જાણો કેમ અને કેવી રીતે સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચા?, ketrina kaif , pregnet, bolywood, star

બોલિવૂડની મોટી અભિનેત્રીઓ માં બનવા જઈ રહી હોવાના અહેવાલોમાં કેટરિના કૈફનું નામ પણ જોડાઈ રહ્યું છે. જો કે આ બાબતે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.


અભિનેત્રી કેટરીના કૈફે પતિ વિકી કૌશલના જન્મદિવસની કેટલીક ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો પોસ્ટ કરતી વખતે કેટરિના કૈફ દ્વારા શેર કરવામાં આવેલા ઈમોજીસ જોઈને લોકોમાં કેટરિના કૈફ પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા શરૂ થઈ છે.


પ્રેગનેન્ટ છે કેટરિના કૈફ? જાણો કેમ અને કેવી રીતે સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચા?, ketrina kaif , pregnet, bolywood, star


કેટરિના કૈફના પતિ વિકી કૌશલે 16 મે 2024ના રોજ તેનો 36મો જન્મદિવસ ઉજવ્યો. વિકી કૌશલે પોતાનો જન્મદિવસ પત્ની કેટરિના કૈફ સાથે લંડનમાં ખાસ રીતે ઉજવ્યો.


કેટરીના કૈફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પતિના જન્મદિવસની ઉજવણીની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં વિકી કૌશલ હસતો જોવા મળી રહ્યો છે.


પ્રથમ બે તસવીરોમાં વિકી કૌશલ સફેદ ટી-શર્ટ પહેરીને બેઠેલા જોવા મળે છે. તે કેમેરા સામે જોયા વગર હસી રહ્યો છે. ત્રીજી તસવીરમાં વિકી કૌશલ રેસ્ટોરન્ટમાં બેઠેલા જોવા મળે છે. તેની સામે એક પ્લેટમાં એક કેક મૂકવામાં આવી છે જેના પર હેપ્પી બર્થ ડે લખેલું છે.


વિકી કૌશલની પત્ની કેટરિના કૈફે આ તસવીરો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં કંઈ લખ્યું નથી. કેટરિના કૈફે પોસ્ટમાં ત્રણ વ્હાઇટ હાર્ટ ઇમોજી અને ત્રણ કેક ઇમોજીસ શેર કર્યા છે. આ ઈમોજીસ જોયા પછી જ લોકોને શંકા થઈ રહી છે કે કેટરિના કૈફ પ્રેગ્નેન્ટ હોઈ શકે છે.


કેટરિના કૈફના આ ઈમોજીસ જોયા બાદ લોકો વિકી કૌશલની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝર કહે છે કેટરીનાએ ત્રણ દિલ અને ત્રણ કેક બનાવી છે. કદાચ તે પરિવારમાં ત્રીજા સભ્યના આગમનનો સંકેત આપી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું છે કેટરીના કૈફ ચોક્કસપણે પ્રેગ્નન્ટ છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments