25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

ભાણેજ શર્મિન સેગલના સપોર્ટમાં ઊતર્યા મામા સંજય ભણસાલી:કહ્યું, 'મારી ભાણી હોવાને કારણે તેને કાસ્ટ નથી કરવામાં આવી, તે 'આલમઝેબ'ના રોલ માટે પર્ફેક્ટ હતી'

સંજય લીલા ભણસાલીની સિરીઝ 'હીરામંડી' રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. સિરીઝમાં ‘આલમઝેબ’નું પાત્ર ભજવતી અભિનેત્રી શર્મિન સંજયની ભાણેજ છે. 'હીરામંડી' રિલીઝ થઈ તે દિવસથી જ શર્મિનને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. વાત એવી છે કે શર્મિન દ્વારા ભજવવામાં આવેલું આલમઝેબનું પાત્ર દર્

સંજય લીલા ભણસાલી ભાણી શર્મિનની ટ્રોલિંગ પર બોલ્યા, ભાણેજ શર્મિન સેગલના સપોર્ટમાં ઊતર્યા મામા સંજય ભણસાલી:કહ્યું,  'મારી ભાણી હોવાને કારણે તેને કાસ્ટ નથી કરવામાં આવી,  તે 'આલમઝેબ'ના રોલ માટે પર્ફેક્ટ હતી', sanjay

સંજય લીલા ભણસાલીની સિરીઝ 'હીરામંડી' રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. સિરીઝમાં ‘આલમઝેબ’નું પાત્ર ભજવતી અભિનેત્રી શર્મિન સંજયની ભાણેજ છે. 'હીરામંડી' રિલીઝ થઈ તે દિવસથી જ શર્મિનને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. વાત એવી છે કે શર્મિન દ્વારા ભજવવામાં આવેલું આલમઝેબનું પાત્ર દર્શકોને પસંદ નથી આવી રહ્યું. લોકો તેની એક્ટિંગની મર્યાદા સામે આંગળી ચીંધી રહ્યા છે અને માત્ર સંજય લીલા ભણસાલીની ભાણેજ હોવાના લીધે જ તેનું કાસ્ટિંગ થયું હોવાનો આરોપ લાગી રહ્યો છે.


તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન સંજય લીલા ભણસાલીને આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેની ભાણેજને ટેકો આપતા ભણસાલીએ તેની પસંદગી પ્રક્રિયા વિશે વાત કરી.


સંજય લીલા ભણસાલી ભાણી શર્મિનની ટ્રોલિંગ પર બોલ્યા, ભાણેજ શર્મિન સેગલના સપોર્ટમાં ઊતર્યા મામા સંજય ભણસાલી:કહ્યું,  'મારી ભાણી હોવાને કારણે તેને કાસ્ટ નથી કરવામાં આવી,  તે 'આલમઝેબ'ના રોલ માટે પર્ફેક્ટ હતી', sanjay


સંજય લીલા ભણસાલીએ કહ્યું, 'આલમઝેબના રોલ માટે શર્મિનનો પર્ફેક્ટ ચહેરો હતો જે મેં જોયો હતો. જો તમે આલમઝેબનો રોલ જોયો હોય તો એ દર્શાવવામાં આવ્યું છે કે તે ગણિકા બનવા માગતી નથી. હું આ રોલ માટે એવા નવા ચહેરાની શોધમાં હતો જેના ચહેરા પર નિર્દોષતા હોય. જે ગણિકાની જેમ વાત ન કરે. જેને કવિતામાં રસ હોય. તેથી આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મને શર્મિન આલમઝેબના રોલ માટે પર્ફેક્ટ લાગી.'


શર્મિનની ટ્રોલિંગ વિશે વાત કરતાં સંજયે કહ્યું,'મેં તેને કાસ્ટ તે કારણથી નથી કરી કે તે મારી ભાણેજ છે. આ રોલ માટે તેણે ઘણી વખત ઓડિશન આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન તે ઘણા ટેસ્ટમાંથી પસાર થઈ છે. મને ખબર નથી કે મેં તેના કેટલા ટેસ્ટ લીધા છે, મને ગણતરી બરાબર યાદ નથી.’


‘જ્યારે મેં નક્કી કર્યું હતું કે, હું શર્મિનને કાસ્ટ કરીશ, ત્યારે મેં તેને કહ્યું કે, તારે ટેસ્ટ આપવો પડશે. આલમઝેબના પાત્ર પર યોગ્ય પકડ હોવી જોઈએ. કારણ કે આ એક એવી દુનિયા છે જ્યાં તમે પહેલા કદી પગ મૂક્યો નથી. તમે ક્યારેય અભિનય કર્યો નથી. મેં કાસ્ટ કરેલા આ તમામ કલાકારોની કારકિર્દી ઘણા વર્ષો સુધી રહી છે. કોણ જાણે તેમણે કેટલાં પાત્રો ભજવ્યાં હશે. તે લોકો જાણે છે કે કોમળતા શું છે અને તેને સ્ક્રીન પર કેવી રીતે લાવવી, પરંતુ તમે નથી જાણતા. તમારે આ બધું શીખવું પડશે. કોમળતા, નખરા અને બધું જ.’


સંજય લીલા ભણસાલીની આ સિરીઝમાં શર્મિન સેગલ, રિચા ચઢ્ઢા, મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, સોનાક્ષી સિંહા, ફરદીન ખાન, ફરીદા જલાલ જેવા ઘણા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યાં છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments