બોલીવુડમાં 15 વર્ષ બાદ સમાધાન, બાદશાહે ઇગો બાજુમાં રાખી હની સિંહ તરફ લંબાવ્યો દસ્તીનો હાથ
હની સિંહ અને બાદશાહની ગણતરી બોલીવુડના લોકપ્રિય રેપરમાં થાય છે. આ બંને વચ્ચેનો વિવાદ પણ જગજાહેર છે. ઉલ્લેખનીય છે કે, એક સમયે બંને ગાઢ મિત્રો હતા.
બંનેએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સુપરહિટ ગીતો અને રેપ સોંગ ગાયા છે, પરંતુ તેમની વચ્ચે ઝઘડો થયો અને તેમના મધુર સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.
હની સિંહ અને બાદશાહ બંનેના સમગ્ર દુનિયામાં ચાહકો છે. કહેવાની જરૂર નથી કે, જો આ બંને સાથે આવશે, તો ચાહકો ખુશ થશે. લવરકર ચાહકોની ઈચ્છા પૂરી કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કે, બંને રેપર્સ પોતાના મતભેદો ભૂલીને સાથે આવશે.
હની સિંહ સાથેના વિવાદને ઉકેલવા માટે બાદશાહે પહેલ કરી હોવાનું જોવા મળ્યું હતું. પોતાના મતભેદો ભૂલીને બાદશાહે હની સિંહ તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. તાજેતરમાં તેણે દેહરાદૂનમાં ગ્રાફેસ્ટ 2024માં પરફોર્મ કર્યું હતું.
આ વખતે બાદશાહે કોન્સર્ટમાં જ રહીને ચાહકોને ચોંકાવી દીધા હતા. બાદશાહે હની સિંહ સાથે વિવાદ ઉકેલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આટલું જ નહીં, તેણે હની સિંહને શુભકામનાઓ પણ પાઠવી હતી.
બાદશાહે જણાવ્યું હતું કે, મારા જીવનમાં એક એવો સમય હતો. જ્યારે હું હની સિંહ પર ખૂબ ગુસ્સે હતો, પરંતુ હવે હું તેમાંથી બહાર આવી ગયો છું, અને નવી શરૂઆત કરવા માંગુ છું. મને કેટલીક ગેરસમજથી દુઃખ થયું હતું, પરંતુ મને સમજાયું કે, જ્યારે અમે સાથે હતા, ત્યારે ઘણા લોકોએ અમને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમય દરમિયાન એવા ઘણા ઓછા લોકો હતા, જેમણે અમને સાથે રાખવાનો પ્રયાસ કર્યો, આજે હું દરેકને કહેવા માંગુ છું કે, મેં મારા જીવનના તે તબક્કાને પાછળ છોડી દીધો છે, અને હું હની સિંહને શુભેચ્છા પાઠવું છું.