બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

IPLમાં ચેમ્પિયન બન્યા બાદ KKRની પાર્ટીમાં અનન્યા પાંડેએ આન્દ્રે રસેલ સાથે ડાન્સ કર્યો, જુઓ Video

બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડે કેકેઆરના માલિક શાહરુખ ખાનની દિકરી સુહાના ખાનની બેસ્ટ ફ્રેન્ડ છે. અનન્યા આઈપીએલ 2024 દરમિયાન કેકેઆરની દરેક મેચમાં ટીમને સપોર્ટ કરતી જોવા મળી હતી.


કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હાર આપી આઈપીએલમાં ત્રીજી વખત ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે. કેકેઆરની ટીમ 10 વર્ષ બાદ આઈપીએલ ટ્રોફી જીતી છે. આ જીત બાદ કેકેઆરની ટીમે પાર્ટી કરી હતી.




આ પાર્ટીમાં ખેલાડીઓ સિવાય બોલિવુડ સ્ટાર ડાન્સ કરી રહ્યા છે. જીત બાદ શાહરુખ ખાનથી લઈ અનન્યા પાંડે અને જુહી ચાવલા સુધી તમામ લોકો જશ્નમાં જોવા મળ્યા હતા.


આ વચ્ચે કેકેઆરના સ્ટાર ઓલરાઉન્ડર આંદ્ર રસેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ જીતનો જશ્ન જોવા મળી રહ્યો છે. વીડિયોમાં રસેલ બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેની સાથે ડાન્સ કરતા જોઈ શકાય છે. 


રસેલ અને અનન્યા બંન્ને શાહરુખ ખાનની ફિલ્મ ડંકીનું ગીત લુટ પુટ ગયા પર ડાન્સ કરી રહ્યા છે. રસેલના ટીમ સાથી રમનદીપ સિંહ અને કેકેઆરના મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત આ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.


કોલકાતાને ત્રીજી વખત ચેમ્પિયન બનવામાં રસેલનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેમણે આ સીઝનમાં 15 મેચમાં 222 રન બનાવ્યા અને 19 વિકેટ લીધી છે.તમને જણાવી દઈએ કે, અનન્યા પાંડે બોલિવુડના ફેમસ અભિનેતા ચંકી પાંડેની દિકરી છે. તે કેકેઆરની ટીમને આઈપીએલમાં સપોર્ટ કરતી જોવા મળે છે.