બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

શાહિદ કપૂરે મુંબઈમાં 60 કરોડનો સી ફેસિંગ ફલેટ ખરીદ્યો

મુંબઇ : શાહિદ કપૂરે મુંબઈના વરલી વિસ્તારમાં ૬૦  કરોડનો ફલેટ ખરીદી સૌને ચોંકાવ્યા છે.  


આ અગાઉ તેણે જુહૂનો બંગલો વેચીન વરલી વિસ્તારની આ બિલ્ડિંગના ૪૨મા અને ૪૩મા માળે ડુપ્લેક્સ ખરીદ્યો હતો. 


હવે  તેણે ફરી  અહીં ૫૬૧૪ સ્કવેર ફૂટનો નવો ફલેટ લીધો છે. 


ફલેટના માલિકો તરીકે શાહીદ અને મીરા બંનેના નામ છે. 


આ ફલેટ ૨૪મા માળે છે અને ત્યાંથી દરિયાનો સરસ વ્યૂ મળે છે. તેણે ફલેટના રજિસ્ટ્રેશન માટે પોણા બે કરોડની સ્ટેમ્પ ડયૂટી ચૂકવી છે. 


આ ફલેટમાં તેને ત્રણ કાર પાર્કિંગની સગવડ પણ મળવાની છે. 


શાહિદે અગાઉ ૨૯૧૮માં આ જ બિલ્ડિંગમાં ડુપ્લેક્સની ખરીદી કરી હતી. 


શાહિદની પહેલાં આ ફલેટ ખરીદનારા માલિકે ચોરસફૂટના આશરે ૬૫ હજાર રુપિયા ચૂકવ્યા હતા. હવે શાહિદે ચોરસ ફૂટ દીધ આશરે એક લાખ રુપિયા ચૂકવ્યા છે. 


આ બિલ્ડિંગમાં કેટલાક ટોચના કોર્પોરેટ હાઉસીસના ડાયરેક્ટરો પણ ફલેટ ખરીદી ચૂક્યા છે.