બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

માત્ર 20 મિનિટમાં વેચાઈ ગયું દીપિકાનું મેટરનિટી યલો ગાઉન, કિંમત સાંભળીને હોંશ ઉડી જશે

Deepika Padukone : પ્રેગનેન્ટ દીપિકા પાદુકોણે હાલમાં જ એક ઈવેન્ટમાં પહેરેલુ શાનદાર યલો કલરનું ગાઉન ચેરિટી માટે હરાજીમાં મૂકાયુ હતું, તે કેટલામાં વેચાયુ તેની માહિતી ખુદ દિપીકાએ ઈન્સ્ટાગ્રામ પર આપી.

બોલિવુડ મસ્તાની દીપિકા પાદુકોણ પોતાની પ્રેગનેન્સીના દિવસો એન્જોય કરી રહી છે. હાલમાં જ દીપિકા મુંબઈમાં એક ઈવેન્ટમાં સામેલ થઈ હતી. જેમાં તેણે સુંદર યલો કલરનું ગાઉન પહેર્યું હતું. આ ગાઉનમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ નજર આવ્યું હતુ. ત્યારે હવે આ ગાઉનને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. કહેવાય છે કે, આ સુંદર ગાઉનની હરાજી કરવામા આવી છે. 



દીપિકાના ગાઉનની હરાજી

મોમ ટુ બી દીપિકા પાદુકોણે શુક્રવારે પોતાની 82°E નામની બ્યૂટી બ્રાન્ડ દ્વારા આયોજિત એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ હતી. આ પ્રસંગે તેણે યલો કલરનું ગાઉન પહેર્યું હતું. જેમા તેના ચહેરા પર પ્રેગનેન્સી ગ્લો ઝળકી રહ્યો હતો. તેના આ લુકની ચર્ચા ચારેકોર થઈ રહી હતી. તેની તસવીરો પણ વાયરલ થઈ હતી.

હવે ખબર છે કે, દીપિકા પાદુકોણે આ ગાઉનની હરાજી કરી છે. ખુદ દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, ફ્રોશ ઓફ ધ રેક, આના પર કોનો હાથ છે. હંમેશની જેમ આય @tlllfoundation ની પહેલને સપોર્ટ કરે છે. ચેરિટી માટે ફ્રેશ ઓફ ધ રેકની પહેલને હરાજીમાં રાખ્યો છે.

કેટલામાં વેચાયુ ગાઉન?

એક્ટ્રેસે ઈન્સ્ટા સ્ટોરી પર લિંક શેર કરતા જણાવ્યું કે, આ ગાઉન 34 હજારમાં વેચાયું છે. દીપિકા ગાઉનના રૂપિયાને ડોનેટ કરવાની છે.