અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટનું બીજા પ્રી-વેડિંગનું Card થયું વાયરલ, આટલા દિવસો સુધી ચાલશે ફંક્શન.
Pre Wedding Card : મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે બીજી પ્રી-વેડિંગ પાર્ટી હોસ્ટ કરવા માટે તૈયાર છે. આ સમારોહ 28 મે થી 31 મે વચ્ચે યોજાશે. ઇટાલી અને ફ્રાન્સ વચ્ચેના સમુદ્રમાં ક્રુઝ પર સફર કરતા કરતા આ વખતે લગ્ન પહેલાની ઉજવણી કરવામાં આવશે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન હજુ પૂરા થયા નથી. ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસના ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શન પછી મુકેશ અંબાણી અને નીતા અંબાણી હવે અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કરી રહ્યા છે.
આ દરમિયાન કપલના પ્રી-વેડિંગ ફંક્શનનું કાર્ડ સામે આવ્યું છે. જેમાં ચાર દિવસમાં યોજાનારી ઉજવણીની વિગતો શેર કરવામાં આવી છે. 28મી મેથી 31મી મે વચ્ચે સમુદ્રમાં ક્રૂઝ પર મુસાફરી કરતી વખતે આ ફંક્શન ઉજવવામાં આવશે.
અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન આટલા દિવસો સુધી ચાલશે
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગમાં દિગ્ગજો હાજરી આપશે. તાજેતરમાં રણબીર કપૂર-આલિયા ભટ્ટ પુત્રી રાહા, એમએસ ધોની અને સલમાન ખાન સાથે ઉજવણીમાં સામેલ થવા માટે જતા સમયે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. દરેક જણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે કપલ તેમના બીજા પ્રી-વેડિંગની શરૂઆત કરે.
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જુલાઈમાં લગ્ન કરવાના છે. આ પહેલા બીજી પ્રી-વેડિંગ સેરેમની 28 મે થી 31 મે વચ્ચે થશે.