બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

છોટાઉદેપુર:-સંખેડા ખાતે યોજાયેલા સ્વતંત્રતા દિનનાં કાર્યક્રમમાં આરોગ્યકર્મીઓનુ સન્માન કરાયુ.


સંખેડા, જી છોટાઉદેપૂર.

    છોટાઉદેપુર જીલ્લાનાં સંખેડા ખાતે  ૭૪માં સ્વંતત્રતા દિવસની ઉજવણી કરવામા આવી હતી.જેમા ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ અને તિરંગાને સલામી આપવામા આવી હતી.આ ધ્વજવંદન કાર્યક્રમમાં કોરોના મહામારીમાં સતત ખડેપગે,પોતાના પરિવારની ચિંતા કર્યાવગર પોતાની સામાજીક જવાબદારી અને ફરજ નિભાવા બદલ  આરોગ્ય વિભાગના પાંચ કર્મચારીઓ(કોરોના વોરિર્યસ) પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા છે.જેમને સન્માનિત કરવામા આવ્યા છે.તેમા
(૧) કલ્પનાબેન સોલંકી,(લેબ ટેકનીશિયન) સીએચસી સેન્ટર સંખેડા,
(૨) સુરેખાબેન બારીયા,(સ્ટાફનર્સ)સીએચસી સેન્ટર સંખેડા,
(૩) રમીલાબેન.જી. (સ્વીપર) સીએચસી સેન્ટર સંખેડા,
(૪) સ્વીટીબેન .એસ.પંચાલ(લેબ ટેકનિશિયન) પીએચસી ગુડીચા
(૫) અતુલભાઇ.જે.પટેલ (MPHW)પીએચસી ભાટપુર
(૬)વિરન્દ્રસિંહ.જે વણકર(MPHW) પીએચસી, વાસણા.
(૭) યોગેન્દ્રસિંહ રાણા(MPHW)
પીએચસી, બહાદરપુર
નો સમાવેશ થાય છે.તેમના સ્ટાફવતી પણ તમામ કોરોના વોરિયર્સને અભિનંદન પાઠવામા આવ્યા છે.