25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

શું આપણે ખરેખર આઝાદ છીએ?

જય હિંદ બંધુમિત્રો,        આપણને એ સારી રીતે યાદ હશે કે 800-900 વર્ષ ગુલામી ભોગવ્યા બાદ આપણે 1947 મા આઝાદ થયા. પણ આઝાદી મળ્યા બાદ શું  આપણે ખરેખર આઝાદ છીએ? આ પ્રશ્ન  એકવાર આપણે ખુદ ની જાતને પુછવો જોઈએ. ગુલામી એટલે 'આપણી ઉપર આપણાં જ અધિકાર છીનવી કોઈ રાજ કરે'. આ વસ્તુ આપણી ઉપર નિરંતર ઘણા વર્ષો સુધી ચાલ્ય

જય હિંદ બંધુમિત્રો, 
       આપણને એ સારી રીતે યાદ હશે કે 800-900 વર્ષ ગુલામી ભોગવ્યા બાદ આપણે 1947 મા આઝાદ થયા. પણ આઝાદી મળ્યા બાદ શું  આપણે ખરેખર આઝાદ છીએ? આ પ્રશ્ન  એકવાર આપણે ખુદ ની જાતને પુછવો જોઈએ. ગુલામી એટલે 'આપણી ઉપર આપણાં જ અધિકાર છીનવી કોઈ રાજ કરે'. આ વસ્તુ આપણી ઉપર નિરંતર ઘણા વર્ષો સુધી ચાલ્યું એટલે એ આપણા લોહીમાં જ વણાઈ ગયુ હોય એમ લાગે છે. હવે તમને એ પ્રશ્ર્ન થાય કે આ ભાઈ શુ ફેંકી રહ્યો છે? તો એ વાત જાણી લો કે એ સમયમા પણ લોકોને ઉપરી અધિકારીઓ  દ્વારા કામ કરાવવામાં આવતું, લોકો પોતે કાંઈ પણ સમજવાનો પ્રયત્ન ના કરતા .

આજની આપણી પરિસ્થિતિ જણાવું તો વર્ગખંડમાં બાળકોને અવાજ બંધ કરવા એમનો એક ઉપરી એટલે કે 'મોનીટર' ની જરૂર પડે છે , જાતેજ અવાજ બંધ નથી કરતા . આપણો દેશ ચોખ્ખો હોવો પડે એ જાતે ખબર નથી પડતી એટલે જ પ્રધાનમંત્રી એ આપણને 'સ્વચ્છ ભારત અભિયાન' આપવુ પડે છે, વીજળી અને પાણીમા કાપ મુકવો પડે છે , પણ કેમ? આ પ્રશ્ર્ન આપણે જ આપણને નથી પૂછતા.

ફક્ત એ લોકો આપણો દેશ છોડીને ચાલ્યા ગયા છે પરંતુ એમની વિચારશૈલી આપણા મન ઉપર આજ દીન સુધી  હકુમત ચલાવી રહી છે . એ કયા વિચારો છે એ તો તમે જાણી જ ગયા હશો. એમની આખી જીવનશૈલી મૂકતા ગયા અને આપણે એ સારી કે ખરાબ એ જોયા વગર આપણા જીવનમાં ઉતારતા ગયા અને તોય આપણે ઉછળી ઉછળી ને કહીએ છીએ કે આપણે તો આઝાદ છીએ!

ખરેખરી આઝાદી તો ત્યારે મળી ગણાશે કે જ્યારે આપણે એમની જીવન પદ્ધતિ નો ત્યાગ કરી આપણી સંસ્કૃતિ ના બીબામાં પૂરેપૂરા પથરાઇ જશું.  માનસિક રીતે પણ આઝાદી એટલી જ જરૂર છે કે જેટલા આપણે શરીરથી થયા છીએ. તો આપણા લોહીમાં પેઢીઓથી આવેલુ ગુલામ DNA ને નીચોવી લઈ એક આઝાદ DNA નુ સિંચન કરીએ . તો ચાલો માનસિક આઝાદી ની  નીસરણી ચડવાની શરુઆત કરીએ.
ભારત માતાકી જય.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments

Naresh Solanki

Khub saras vat kahi

SANKET

2 લેખ લખ્યા છે પણ અંડર રીવ્યુ છે , છેલ્લા 2 દિવસ થી.

Prajjawalit

આપનો નવો લેખ ક્યારે આવશે?

Malek Hanufkhan Malek Hanifkhan

Kharekhar Sachu kidu Jay hind