ફેસબુક પર ભાજપ અને RRSનો સંપૂર્ણ કંટ્રોલ છે: કોંગ્રેસ
ફેસબુક પર ભાજપના નેતાઓ દ્વારા પોસ્ટ કરવામાં આવતા અને નફરત ભડકાવતા કન્ટેન્ટને પ્રોત્સાહિત કરવાનો આક્ષેપ કરતાં કોંગ્રેસના નેતાઓ કહે છે કે આ મામલાની સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસ થવી જોઇએ, પરંતુ ભાજપે આ માગણીને ફગાવી દીધી છે.ધ વોલ સ્ટ્રીટ જર્નલના આ પર્દાફાશ બાદ કોંગ્રેસે આક્ષેપ કરà
આ આરોપ અંગે ફેસબુકના મુખ્ય મથક દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ સ્તરની તપાસની માંગ
ફેસબુકની નિરંકુશતાને ધ્યાનમાં રાખી કોંગ્રેસ દ્વારા ઝકરબર્ગને સૂચન પણ કરાયું છે, જેમાં જણાવાયું છે કે આ આરોપ અંગે ફેસબુકના મુખ્ય મથક દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ સ્તરની તપાસ શરૂ કરવામાં આવે. તપાસને એક કે બે માસમાં જ પૂર્ણ કરવામાં આવે અને તેનો રિપોર્ટ કંપનીના બોર્ડને સુપરત કરવામાં આવે. આ રિપોર્ટને સાર્વજનિક પણ કરવો જોઈએ. વેણુગોપાલ દ્વારા પત્રમાં વધુમાં જણાવાયું છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઈન્ડિયન યુનિટનો કારભાર કોઈ નવી ટીમને સુપરત કરવો જોઈએ, જેથી તપાસ પ્રક્રિયા નિષ્પક્ષ રહી શકે.
જો ફેસબુક અને વોટ્સએપ નિષ્પક્ષતા દાખવશે નહીં તો અફવાની આંધીમાં દેશ ભડકે બળી શકે છે એ ભૂલવું જોઇએ નહીં કે ફેસબુક અને વોટ્સએપ જેવાં સોશિયલ મીડિયા બેધારી તલવાર જેવાં છે. આથી જો ફેસબુક અને વોટ્સએપ નિષ્પક્ષતા દાખવશે નહીં તો આ સોશિયલ પ્લેટફોર્મ પર અફવાની આંધીમાં દેશ ભડકે બળી શકે છે. ભૂતકાળમાં આપણે જોયું છે કે ફેસબુક અને વોટ્સએપના કારણે કોમી દાવાનળના પગલે દેશમાં ભારે અરાજકતા સર્જાઇ હતી અને નુકસાન પણ થયું હતું. ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું કડક નિયમન કરવા માટે કોઇ સંસ્થાની રચના કરવી આવશ્યક જ નહીં, બલકે અનિવાર્ય છે.
આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.
(+91) 8081113111
pr@25hrnews.com
SANKET