હરિદ્વારમાં યોજાયેલી નેશનલ કરાટે કોમ્પિટિશનમાં ગુજરાતના સ્પર્ધકોનો ઉત્કૃષ્ટ દેખાવ
હરિદ્વારમાં ટાઈઓકાઈ શિતોરિયુ કરાટે ઈન્ડિયા દ્વારા 19 અને 20મી ઓક્ટોબરે રાષ્ટ્રીય કક્ષાની પાંચમી ઓપન કરાટે ચેમ્પિયનશિપ - 2024 યોજાઈ હતી.
આ સ્પર્ધામાં ગુજરાતની એડવાન્સ ટેઈફૂડો માર્શલ આર્ટના 15 વિદ્યાર્થીઓએ અલગ અલગ વેઈટ કેટેગરીમાં વિવિધ ઈનામો તથા સન્માન પ્રાપ્ત કર્યાં છે. જેમાં 4 સ્પર્ધકોએ ગોલ્ડ, ૨ સ્પર્ધકોએ સિલ્વર અને 5 સ્પર્ધકોએ બ્રોન્ઝ મેડલ એમ કુલ 11 મેડલ મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
ઇનામોની યાદી
- અનમોલ તોલાણી ગોલ્ડ
- માહી શાહ ગોલ્ડ
- હીરવા મિસ્ત્રી ગોલ્ડ
- હેત પટેલ ગોલ્ડ
- ધૈર્ય મકવાણા સિલ્વર
- જીનલ કાપડિયા સિલ્વર
- આરુષ ગાંધી બ્રોન્ઝ
- ધ્રુવી વાળા બ્રોન્ઝ
- મનસ્વિની ડિસોઝા બ્રોન્ઝ
- સહજ રબારી બ્રોન્ઝ
- દક્ષ પારેખ બ્રોન્ઝ