રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને CM નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઇ
આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે, અને આ ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ઉત્સાહ અને ભાગદોડ મચી ગઈ છે. આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ, જેમાં ભાજપના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને અન્ય આગેવાનો હાજર હતા. મુખ્યત્વે, આ બેઠકમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને મનપા સહિત વિવિધ બેઠકો પર ઉમેદવાર પસંદગીને લઈને ચર્ચા કરવામાં આવી.
સાથે-સાથે, પાર્ટી દ્વારા કેન્દ્રિય નેતૃત્વ સાથે પરામર્શ કરીને ઉમેદવારોના નામોની યાદી તબક્કાવાર જાહેર કરવામાં આવશે. આ સભામાં ચૂંટણી માટેની તજવીજ અને જરૂરી પગલાં પર ચર્ચા કરવામાં આવી. આગામી તારીખો અને પ્રક્રિયાને ધ્યાને રાખીને, ચૂંટણીની તમામ તૈયારીઓ હાથ ધરાઈ રહી છે.
મહત્વની તારીખો:
- ચૂંટણીની જાહેરાત: 21 જાન્યુઆરી 2025
- જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ: 27 જાન્યુઆરી 2025
- ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2025
- ઉમેદવારી પત્રોની ચકાસણી: 3 ફેબ્રુઆરી 2025
- મતદાનની તારીખ: 16 ફેબ્રુઆરી 2025 (રવિવાર), સવારના 7:00 થી સાંજના 6:00 સુધી
- પુનઃ મતદાન (જરૂરી જણાય તો): 17 ફેબ્રુઆરી 2025
- મતગણતરીની તારીખ: 18 ફેબ્રુઆરી 2025
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ: 21 ફેબ્રુઆરી 2025
આ મંત્રણામાં એ પણ જાહેર કરાયું છે કે 4,000 ગ્રામપંચાયતોની ચૂંટણી અંગેની જાહેરાત બાકીની રહેશે. ત્યારબાદ, જૂનાગઢની મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાઓની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.