બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાનું પાવન સ્નાન

મૌની અમાવસ્યાના પાવન અવસરે સંગમ તટે ભવ્ય સ્નાન

પ્રયાગરાજના પવિત્ર સંગમ તટ પર આજે મૌની અમાવસ્યા નિમિત્તે ભવ્ય સ્નાન યોજાયો છે. આ પાવન દિવસે 13 અખાડાના સાધુ-સંતોએ પવિત્ર ડૂબકી લગાવી, જેના કારણે સમગ્ર ઘાટ પર ભક્તિમય માહોલ સર્જાયો છે. મહાનિર્વાણી, શ્રી શંભૂ પંચાયતી અટલ અખાડા, નિરંજન અખાડા અને આનંદ અખાડાના સાધુઓએ અમૃત સ્નાન કર્યું. તેમજ જૂના અખાડા, આવાહન અખાડા, પંચ અગ્નિ અખાડા, વૈરાગી અખાડા, દિગંબન અખાડા અને નિર્મોહી અખાડાના સંતો પણ આ પવિત્ર સ્નાન માટે આવ્યા.


સંગમ તટ પર ભક્તિમય માહોલ

મૌની અમાવસ્યાના પાવન અવસરે સંગમ તટ પર હજારો શ્રદ્ધાળુઓ એકઠા થયા છે. પવિત્ર ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવું પાપથી મુક્તિ અને શુભ ફળ પ્રાપ્તિનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે સ્નાન કરવા માટે દૂર-દૂરથી યાત્રાળુઓ આવે છે.


સુરક્ષા વ્યવસ્થા સઘન

અખાડાઓના સ્નાનને લઈને પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. જોકે શરૂઆતમાં ભીડને કારણે કેટલાક સ્થળોએ સમસ્યા ઉભી થઈ હતી, પરંતુ હવે લોકો અલગ-અલગ ઘાટ પર સ્નાન કરી રહ્યા છે. બોટ સેવાઓ, જે અગાઉ બંધ હતી, ફરીથી શરૂ કરવામાં આવી છે.


પ્રયાગરાજના સંગમ પર લોખંડી શ્રદ્ધા

ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ હાલમાં સંગમ ઘાટ પરથી સમગ્ર પરિસ્થિતિને વાકેફ કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, લાખોની સંખ્યામાં ભક્તો પવિત્ર સ્નાનનો લાભ લઈ રહ્યા છે. ભક્તિ અને શ્રદ્ધાનો આ અદભૂત મેળો હજારો વર્ષોથી ચલાવવામાં આવે છે, અને તેનુ મહત્વ આજે પણ અવિચળ છે.