બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મધ્યમવર્ગ માટે રાહત: જાણો સરકારની 10 મોટી જાહેરાતો

મધ્યમવર્ગ માટે રાહત: બજેટ 2025ની 10 મોટી જાહેરાતો

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2025 રજૂ કર્યું, જેમાં મધ્યમવર્ગ, ખેડૂત, યુવાનો અને ગરીબ વર્ગ પર ખાસ ધ્યાન અપાયું. બજેટમાં ટેક્સમાં રાહત, આરોગ્ય, MSME, કૃષિ અને સ્ટાર્ટઅપ્સ માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી. મધ્યમવર્ગ માટે આ બજેટ રાહતભર્યું સાબિત થઈ શકે છે.


1. 12 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં

મધ્યમવર્ગ માટે સૌથી મોટી જાહેરાત એ છે કે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ આવકવેરો લાગશે નહીં. આ પગલાથી મોટી સંખ્યામાં કરદાતાઓને રાહત મળશે.


2. નવું આવકવેરા બિલ

નાણામંત્રીએ જાહેર કર્યું કે નવું ડાયરેક્ટ ટેક્સ રિફોર્મ બિલ આગામી અઠવાડિયે રજૂ કરવામાં આવશે, જે વધુ સ્પષ્ટતા લાવશે.


3. કેન્સરની દવાઓ સસ્તી થશે

આરોગ્ય ખર્ચ ઘટાડવા માટે કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી કરવામાં આવશે.


4. વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા વધારાઈ

વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, જે નિવૃત્ત લોકોને ફાયદો આપશે.


5. IT રિટર્ન ભરવાની મર્યાદા વધારાઈ

અગાઉ, કરદાતાઓને 2 વર્ષ સુધી જૂના IT રિટર્ન ભરવાની મંજૂરી હતી, હવે તેને 4 વર્ષ સુધી વધારવામાં આવી છે.


6. દાળ અને તુવેરનું ઉત્પાદન વધશે

આગામી છ વર્ષ માટે તુવેર અને અન્ય કઠોળનું ઉત્પાદન વધારવા પર સરકાર ધ્યાન આપશે, જેથી ભાવ નિયંત્રણમાં રહે.


7. કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન મર્યાદા વધી

ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડની લોન મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી.


8. MSME માટે વધુ લોન ઉપલબ્ધ થશે


9. બિહાર માટે મખાના બોર્ડ

બિહારમાં મખાના બોર્ડની રચના થશે, જે નાના ખેડૂતો અને વેપારીઓ માટે લાભદાયી સાબિત થશે.


10. સ્ટાર્ટઅપ્સ માટે વધુ ફંડ અને ગેરંટી ફી ઘટાડો