ગુજરાતમાં 68 IAS અધિકારીઓની બદલી, 4ને પ્રમોશન
ગુજરાતમાં 68 IAS અધિકારીઓની બદલી, 4 અધિકારીઓને પ્રમોશન
ગુજરાત સરકારે રાજ્યમાં 68 IAS અધિકારીઓની બદલીના આદેશ જારી કર્યા છે. આ બદલીઓ મુખ્ય સચિવની નિવૃત્તિ બાદ કરવામાં આવી છે. સાથે જ 4 IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે.
અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશ્નર
આ બદલીઓમાં મહત્વનો ફેરફાર એ છે કે બિંચાનિધી પાનીને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે, અવંતિકા સિંઘને ગુજરાત આલ્કલાઈન કેમિકલ્સ લિમિટેડ (GACL)ના એમડી તરીકે વધારાનો ચાર્જ સોંપાયો છે.
પ્રમોશન પામેલા IAS અધિકારીઓ
રાજ્ય સરકારે ચાર અધિકારીઓને પ્રમોશન આપ્યું છે. પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે વિનોદ રાવ, એમ થેંનારસન, અનુપમ આનંદ અને મિલિંદ તોરવણેએ પ્રમોશન મેળવ્યું છે.
મહત્વપૂર્ણ બદલીઓ
- P. સ્વરૂપની કમિશ્નર લેન્ડ રીફોર્મ્સમાંથી કમિશ્નર ઈન્ડસ્ટ્રીઝ તરીકે બદલી.
- અવંતિકા સિંઘને મુખ્યમંત્રીના સચિવ પદ સાથે GACLના એમડીનો વધારાનો ચાર્જ.
- કોટેજ ઇન્ડસ્ટ્રિઝના કમિશ્નર પ્રવિણ સોલંકીનો મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટના ડિજી તરીકે બદલી.