બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

6-6-6 ફોર્મ્યુલા: 6 મહિના સુધી ચરબી ઓગાળવાનું અજમાયેલું ગુરૂમંત્ર

6-6-6 ફોર્મ્યુલા: બરફની જેમ ઓગળશે ચરબી, અને મળશે 30 વર્ષની ઉર્જા

આજના સમયમાં વધતું વજન મોટું ચિંતાનું કારણ બની ગયું છે. ડાયટ ફોલો કરવી અને જિમ જવાનું પણ સૌ માટે શક્ય નથી હોતું, પણ ફિટનેસ માટે ચિંતિત લોકો માટે એક સરળ અને અસરકારક ઉપાય છે ચાલવું. ડોકટરો અને ફિટનેસ એક્સપર્ટ્સ અનુસાર, રોજના 10,000 ડગલાં ચાલવાથી તંદુરસ્ત રહેવામાં મદદ મળે છે, પણ જો તમે 6-6-6 નો ફોર્મ્યુલા અપનાવશો તો તમારી વધેલી ચરબી ઝડપથી ઓગળવા લાગશે. આ ફોર્મ્યુલાથી તમે માત્ર ફિટ જ નહીં, પણ ઉંમરની સાથે પણ યુવાની જેવી ઉર્જા અનુભવશો.


શું છે 6-6-6 નો ફોર્મ્યુલા?

આ ફોર્મ્યુલાનું મુખ્ય મંત્ર છે “નિયમિતતા.” તે ફિટનેસને એક સરળ ટેવમાં ફેરવવાની વાત કરે છે. 6-6-6 ફોર્મ્યુલાને અપનાવા માટે તમારે નિયમિત ચાલવું પડશે.


  1. 6 વાગ્યે શરૂ કરો: તમે આ વોક મોર્નિંગમાં 6 વાગ્યે અથવા ઈવનિંગમાં 6 વાગ્યે શરૂ કરી શકો છો.                    
  2. 60 મિનિટ સુધી ચાલવું: તમારે સતત 60 મિનિટ સુધી વોક કરવું. દરરોજ એક કલાકનું ચાલવું તમારી કલેરીઝ ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે.                                                                                                 
  3. 6 મિનિટનું વોર્મ-અપ: વોક શરૂ કરતાં પહેલાં તમારે 6 મિનિટનું વોર્મ-અપ કરવું જરૂરી છે. વોર્મ-અપ કરવાથી શરીર વોક માટે તૈયાર થાય છે અને ઈજાઓનું જોખમ ઘટે છે.


ફોર્મ્યુલાની વિશેષતાઓ:

  • ઝડપથી ચરબી ઓગળશે: 6-6-6 ફોર્મ્યુલાથી તમે માત્ર વધતી ચરબી જ ઓગાળશો નહીં, પણ તમારા શરીરને ટોન પણ કરી શકશો.                                                                                                                 
  • સ્ટamina વધશે: આ ફોર્મ્યુલાથી તમારી સ્ટામિના અને ઉર્જામાં નોંધપાત્ર વધારો થશે.                                  
  • માનસિક આરોગ્ય માટે અસરકારક: ચાલવાથી શરીર માત્ર ફિટ રહેતું નથી, તે તણાવ અને ચિંતાને પણ દૂર કરવાનું કામ કરે છે.

આહાર પર પણ રાખો ધ્યાન:

6-6-6 ફોર્મ્યુલા ફોલો કરતી વખતે તમારું ડાયટ પણ એક મુખ્ય ભૂમિકા ભજવે છે. તમારા આહારમાં ફળ, શાકભાજી, પ્રોટીન અને તંદુરસ્ત ફેટ્સનો સમાવેશ કરો. સાથોસાથ, ખાંડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહો.

જો તમે આ સરળ ફોર્મ્યુલા તમારા દૈનિક જીવનમાં અપનાવશો તો થોડા જ સમયમાં તમારું શરીર ફિટ અને તંદુરસ્ત બનવા લાગશે. 50 વર્ષની ઉંમરે પણ 30 જેવી સ્ફૂર્તિ અને ઉર્જા અનુભવવી શક્ય છે.