બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સ્થાનિક ચૂંટણીઓ 2025: BJPની ઐતિહાસિક જીત પછી ઉજવણીનો માહોલ, CR પાટીલએ શું કહ્યું?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી: BJPની ભવ્ય જીત, ગાંધીનગરમાં કમલમ ખાતે વિજયોત્સવ

ગુજરાતમાં આજે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો દમદાર વિજય થયો છે. મુખ્યત્વે, રાજકોટ જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં ભાજપે બહુમત હાંસલ કર્યું છે, જ્યારે બીલીમોરામાં વિવાદ સર્જાતા પોલીસને મધ્યસ્થી કરવી પડી હતી.


રાજકોટ જિલ્લામાં BJPનો દબદબો

રાજકોટ જિલ્લાની પાંચેય નગરપાલિકાઓમાં ભાજપે જીત નોંધાવી છે.                                                                   

બીલીમોરામાં વિવાદ

નવસારી જિલ્લાના બીલીમોરામાં BJPના વોર્ડ 2 ના ઉમેદવારની હાર બાદ તંગદિલી ઉભી થઈ. હારીશ ઓડનાં સમર્થકોએ કોંગ્રેસનાં સમર્થકો પર હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા સ્થિતિ કાબૂમાં લાવવામાં આવી.


છોટાઉદેપુરમાં બસપા અને BJP કાર્યકરો વચ્ચે તણાવ

છોટાઉદેપુરના પુરોહિત ફળીયામાં ભાજપ અને બસપા સમર્થકો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ. પોલીસએ સ્થળ પર પહોંચી બંને પક્ષોને સમજાવી સ્થિતિ નિયંત્રિત કરી.


ગાંધીનગર કમલમ ખાતે BJPનો વિજયોત્સવ

રાજ્યભરમાં BJPના કાર્યકર્તાઓ વિજયની ઉજવણી કરી રહ્યા છે. ગાંધીનગરમાં કમલમ ખાતે પણ ભવ્ય વિજયોત્સવ યોજાયો.