બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અમેરિકામાં રહસ્યમય ફ્લૂનો કહેર! 3 લાખથી વધુ લોકો હોસ્પિટલમાં

અમેરિકામાં ફ્લૂનો કહેર: 2.9 કરોડ કેસ, 3.7 લાખ લોકો હોસ્પિટલમાં

અમેરિકા હાલમાં એક રહસ્યમય ફ્લૂની લપેટમાં છે, જેના કારણે આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે. CDC (Centers for Disease Control and Prevention) ના અંદાજ મુજબ 2024-25 ની ફ્લૂ સીઝનમાં અત્યાર સુધી 2.9 કરોડથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. 3.7 લાખ લોકો હોસ્પિટલમાં દાખલ થયા છે, જ્યારે 16,000 થી વધુ મોત થયાં છે.


ગુજરાતીઓને સતર્ક રહેવાની જરૂર

અમેરિકામાં અનેક ગુજરાતી રહે છે, અને હાલની સ્થિતિ તેમના માટે ચિંતાજનક બની છે. ખાસ કરીને, વિદેશમાં રહેલા ભારતીયોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો પરત આવી રહ્યા છે. જો તેમના સાથે આ ફ્લૂ પણ વહેતો આવે, તો ભારત માટે આરોગ્યને લઈ નવા પડકારો ઊભા થઈ શકે છે.


ફ્લૂના બે પ્રકાર સૌથી વધુ ખતરનાક

ડોક્ટરોના મતે, H1N1 અને H3N2 પ્રકારના ઇન્ફ્લુએન્ઝા વાયરસે લોકોમાં ચિંતાનું મોજુ ઉભું કર્યું છે. CDC ના તારણ મુજબ, આ બંને પ્રકાર વધુ ઝડપથી ફેલાતા હોવાથી, ગંભીર લક્ષણો અને મોતનું જોખમ વધ્યું છે. ફ્લૂના લક્ષણોમાં ઉચાશ, તાવ, સાંધા અને ગળામાં દુખાવો, અને શ્વાસ લેવામાં તકલીફ શામેલ છે.


સાવચેતી અને બચાવનાં પગલાં

  1. રસી: તુરંત ફ્લૂ વેક્સિન લેવી જોઈએ.
  2. સફાઈ: વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવું.
  3. સ્વાસ્થ્ય પર ધ્યાન: ફળ, શાકભાજી અને વિટામિન સી સમૃદ્ધ આહાર લો.
  4. બીજાઓ સાથે સંપર્ક ટાળો: ભીડવાળા સ્થળોથી દૂર રહેવું.


હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને, અમેરિકામાં રહેલા ગુજરાતીઓએ ખૂબ જ સતર્ક રહેવું જરૂરી છે. જો તાવ કે શરદી-ઉધરસ જેવા લક્ષણો દેખાય, તો તુરંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.