બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, ભારત અને ન્યુઝીલેન્ડે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું

ચેમ્પિયન્સ ટ્રોફી 2025: સેમિફાઇનલ માટેની દોડ તેજ

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જે બે ગ્રુપમાં વહેંચાઈ છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં સ્થાન મળશે. હાલમાં ગ્રુપ A નું ચિત્ર સ્પષ્ટ છે, જ્યારે ગ્રુપ B માં હજી પણ અનિશ્ચિતતા છે.


ગ્રુપ A: ભારત અને ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં

ભારત અને ન્યુઝીલેન્ડે ગ્રુપ A માં પોતાનું દબદબાવાળું પ્રદર્શન કર્યુ છે. બંને ટીમોએ અત્યાર સુધીની પોતાની 2-2 મેચ જીતીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. હવે ગ્રુપ A ની ટોચની ટીમ નક્કી કરવા માટે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની અંતિમ લીગ મેચ મહત્વપૂર્ણ રહેશે. બીજી બાજુ, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.


ગ્રુપ B: સેમિફાઇનલ માટે હજી પણ સ્પર્ધા ચાલુ

ગ્રુપ B માં સેમિફાઇનલ માટે હજી તગડી ટક્કર ચાલી રહી છે. ઇંગ્લેન્ડની ટીમ પહેલેથી જ બહાર થઈ ગઈ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાનની ટીમો હજી રેસમાં છે. હાલમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા પાસે 3-3 પોઈન્ટ છે, જ્યારે અફઘાનિસ્તાન પાસે 2 પોઈન્ટ છે. આ ગ્રુપની છેલ્લી મેચો પછી જ સ્પષ્ટ થશે કે કઈ બે ટીમો સેમિફાઇનલમાં જશે.


કઈ ટીમ ભારત સામે ટકરાશે?

ભારત ગ્રુપ A માં ટોચ પર રહે તો તેની ટક્કર ગ્રુપ B ની બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે. જો ન્યુઝીલેન્ડ ટોચ પર રહે, તો ભારતને ગ્રુપ B ના વિજેતા સાથે રમવું પડશે.

હવે ચાહકોની નજર આગામી મેચો પર છે, જે સેમિફાઇનલની આખરી ટીમો નક્કી કરશે.