બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાત પ્રજાપતિ સમાજના શતાબ્દી વર્ષમાં ગુજરાત પ્રજાપતિ સમાજ છાત્રાલય, થલતેજ, અમદાવાદ ખાતે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

છાત્રાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કેશુભાઈ પ્રજાપતિ તથા સમારંભના અધ્યક્ષ શ્રીમતી સવિતાબહેન પ્રજાપતિએ નારી શક્તિને બિરદાવતા આશીર્વચન આપ્યા હતા અને નારી દિન નિમિત્તે સૌને અભિનંદન પાઠવ્યા હતા.
 

નારી સશક્તિકરણ અંગે સમાજ અને સરકારના સહિયારા પ્રયત્નોની ચર્ચા પણ આ અન્વયે કરવામાં આવી હતી. 'નારી તું નારાયણી' સૂત્રને સાર્થક કરતી ઉપસ્થિત સૌ મહિલાઓ તથા સંસ્થાની હોદ્દેદાર મહિલા સંયોજકો, સહ સંયોજકો, ક્ન્વીનર, સહ ક્ન્વીનર અને સંસ્થાની કાર્યકર મહિલાઓએ હર્ષભેર આ દિનની ઉજવણી કરી હતી.


તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતા કન્યા છાત્રાલયનું કાર્ય સત્વરે પૂર્ણ થાય તે અર્થે 'નારી શક્તિ' પૂર્ણ સહયોગ આપશે તેવી સૌએ બાંહેધરી આપી હતી. મહિલાની ગરીમાની ઉજવણી કરતા આ પ્રસંગને ઉપસ્થિત દરેક મહિલાએ હર્ષભેર ઉજવ્યો હતો.