બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

AAP માં મોટો ફેરફાર: ગુજરાતની જવાબદારી નવા નેતાને સોંપાઈ

AAP માં મોટા ફેરફાર: ગુજરાત માટે ગોપાલ રાયને જવાબદારી

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ આમ આદમી પાર્ટી (AAP) હવે સંગઠનને વધુ મજબૂત બનાવવાના પ્રયાસમાં લાગી છે. પાર્ટી દ્વારા નેતૃત્વના સ્તરે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આમ, AAP ની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC) ની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે.


મહત્વના નેતાઓને નવી જવાબદારી

AAP સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને યોજાયેલી PAC બેઠકમાં અનેક નેતાઓને નવી જવાબદારીઓ સોંપાઈ છે.



ગુજરાત માટે ગોપાલ રાયને કમાન

આમ આદમી પાર્ટી માટે ગુજરાત એક મહત્વપૂર્ણ રાજ્ય બની ગયું છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં AAP એ રાજ્યમાં ધારાસભ્યોની સંખ્યા વધારવામાં સફળતા મેળવી હતી, અને હવે તે ગુજરાતમાં પોતાની ગતિવિધિઓ તેજ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.


પાર્ટી દ્વારા ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગોપાલ રાય AAP ના વરિષ્ઠ નેતા છે અને અગાઉ પણ સંગઠન મજબૂત બનાવવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે. ગુજરાતમાં આગામી સ્થાનિક ચૂંટણી અને 2027 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAP સંગઠનનું પુનર્ગઠન કરી રહ્યું છે.


AAP નું ભવિષ્ય અને ચુંટણી તૈયારીઓ

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો મજબૂત સંગઠન ઉભું કરવાનો સપનામાં નવી ટીમ કઇ રીતે કામગીરી કરે છે એ જોવું રસપ્રદ રહેશે. ગોપાલ રાય અને તેમની ટીમ આગામી સમયમાં પાર્ટી માટે વ્યૂહરચના ઘડશે અને જનતામાં વિશ્વાસ વધારવાના પ્રયાસ કરશે.


AAP ના આ ફેરફારો બતાવે છે કે પાર્ટી હારમાંથી શીખીને નવા યુગમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. હવે જોવું એ રહેશે કે ગોપાલ રાયની આગેવાનીમાં ગુજરાતમાં AAP કેવી પ્રગતિ કરે છે.