25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

કોરોનાની સૌથી સસ્તી અને ઝડપી 'ફેલુદા' ટેસ્ટીંગ કીટ વિશે જાણો

ભારતનો CRISPR ‘ફેલુદા’ કોવિડ-19  ટેસ્ટ આરટી પીસીઆરની (RT-PCR) સરખામણીમાં સસ્તી, ત્વરિત અને સરળ છે એવો વૈઋાનિકોનો દાવો છે. આવો જાણીએ કે આ કીટનું નામ કોના પરથી પડ્યું - ‘ફેલુદા’નું નામ સત્યજીત રેના પ્રખ્યાત જાસુસ પાત્રના નામ પર રાખવામાં આવ્યું છે.આ ટેસ્ટની કિંમત 500 રૂપિયા છે અને 45 મિનિટમાં તેના પરિ

'ફેલુદા' કીટ, રેપિડ એન્ટિજન ટેસ્ટ કરતા વધુ ઝડપી અને સચોટ: વૈજ્ઞાનિકોનો દાવો
ભારતનો CRISPR ‘ફેલુદા’ કોવિડ-19  ટેસ્ટ આરટી પીસીઆરની (RT-PCR) સરખામણીમાં સસ્તી, ત્વરિત અને સરળ છે એવો વૈઋાનિકોનો દાવો છે. આવો જાણીએ કે આ કીટનું નામ કોના પરથી પડ્યું - ‘ફેલુદા’નું નામ સત્યજીત રેના પ્રખ્યાત જાસુસ પાત્રના નામ પર રાખવામાં આવ્યું છે.

આ ટેસ્ટની કિંમત 500 રૂપિયા છે અને 45 મિનિટમાં તેના પરિણામ આવી જાય છે. ફેલુદા’ને સીએસઆઈઆર-જિનોમિકી અને સમવેત જીવ વિજ્ઞાન સંસ્થાન (IGIB) તથા ટાટા સમૂહે તૈયાર કર્યો છે.


ભારતીય ઔષધી મહાનિયંત્રકે (DCGI) તેની વ્યયસાયિક શરૂઆતને મંજૂરી આપી દીધી છે. CSIR-IGIBના સિનિયર વૈજ્ઞાનિક અને પરીક્ષણ વિકસિત કરનારી ટીમમાં સામેલ દેબોજ્યોતિ ચક્રવર્તીએ જણાવ્યું કે આ પ્રેગનન્સી ટેસ્ટનાં જેવો છે અને આ માટે કોઈ મોંઘા મશીનની જરૂર નથી.



ભારતમાં હાલ કોવિડ-19ના 61 લાખથી વધારે કેસ નોંધાઇ ચુંક્યા છે. વાયરસ વિજ્ઞાન વિશેષજ્ઞ ઉપાસના રે એ આ કોવિડ તપાસ આરટીપીસીઆરની સરખામણીમાં સસ્તી છે. આરટીપીસીઆરમાં 1600 રૂપિયાથી વધારે ખર્ચ આવે છે.

ઉપાસના રે એ કહ્યું કે રેપિડ એન્ટીજન તપાસ રિપોર્ટ 30 મિનિટમાં આવે છે અને ફેલુદા તપાસમાં થોડા વધારો એટલે કે 45 મિનિટનો સમય લાગે છે પણ આ વધારે સચોટ અને વિશિષ્ઠ છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments