25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

રાજ્યના મિઠાઈ ઉત્પાદકો માટે આવ્યો નવો નિયમ...

તા.૧લી ઓક્ટોબર-૨૦૨૦થી રાજ્યના મીઠાઇ ઉત્પાદકોએ મીઠાઇના કન્ટેનર/ટ્રે ની ઉપર  ‘‘બેસ્ટ બિફોર ડેટ’’ ફરજીયાત દર્શાવવી પડશેજાહેર આરોગ્યના હીતમાં તથા ખાદ્ય સલામતીને ધ્યાનમાં રાખી FSSAI દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે : ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશિયા રાજ્ય

તા.૧લી ઓક્ટોબર-૨૦૨૦થી રાજ્યના મીઠાઇ ઉત્પાદકોએ મીઠાઇના કન્ટેનર/ટ્રે ની ઉપર ‘‘બેસ્ટ બિફોર ડેટ’’ ફરજીયાત દર્શાવવી પડશે

  • તા.૧લી ઓક્ટોબર-૨૦૨૦થી રાજ્યના મીઠાઇ ઉત્પાદકોએ મીઠાઇના કન્ટેનર/ટ્રે ની ઉપર  ‘‘બેસ્ટ બિફોર ડેટ’’ ફરજીયાત દર્શાવવી પડશે
  • જાહેર આરોગ્યના હીતમાં તથા ખાદ્ય સલામતીને ધ્યાનમાં રાખી FSSAI દ્વારા જાહેર કરાયેલી ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે : ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશિયા 

રાજ્યના મીઠાઇ  ઉત્પાદકોએ તા.૧લી ઓક્ટોબર-૨૦૨૦થી આઉટલેટ ઉપર વેચાણ માટે રાખવામાં આવેલી નોન પેકેજ્ડ કે લુઝ મીઠાઇ ના કન્ટેનર/ટ્રે ની ઉપર જે તે પ્રોડક્ટની ``Best Before Date’’ ફરજીયાતપણે દર્શાવવાની રહેશે તેમ રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યુ છે.


 


પરંપરાગત રીતે બનતી દુધની મીઠાઇની સલામતી માટે FSSAI  દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઇડલાઇનમાં અલગ-અલગ પ્રકારની મીઠાઇઓની સેલ્ફ લાઇફ દર્શાવવામાં આવી છે. જે FSSAIની વેબસાઇટની www.fssai.gov.in પર ઉપલબ્ધ છે. FSSAIના આદેશ અનુસાર ફુડ બીઝનેસ ઓપરેટર્સએ ખાદ્ય ચીજ વસ્તુના પ્રકાર તથા સ્થાનીક પરિસ્થિતિને આધારે ‘‘બેસ્ટ બિફોર ડેટ’’ નક્કી કરીને ફરજિયાત દર્શાવવાની રહેશે.



 

આઉટલેટ ઉપર વેચાણ માટે રાખેલા નોન પેકેજ્ડ/લૂઝ મીઠાઇના કન્ટેનર/ટ્રે ની ઉપર ફુડ બિઝનેસ ઓપરેટર ‘‘ડેટ ઓફ મેન્યુફેક્ચરીંગ’’ પણ દર્શાવી શકશે જે મરજિયાત અને અબાધિત છે. પરંતુ ‘‘બેસ્ટ બીફોર ડેટ’’ ફરજિયાત લખવાની રહેશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર વધુમાં જણાવ્યુ છે.


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments