25 કલાક ન્યૂઝ
Get 2x faster version
Open in app
બધા ટ્રેન્ડીંગ ગુજરાત ભારત મનોરંજન ધાર્મિક આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી હેલ્થ ફૂડ સ્પોર્ટ્સ લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ શિક્ષણ રાજકારણ

એમેઝોન આપશે 1 લાખ લોકોને નોકરી... જાણો કેવી રીતે

ઓનલાઇન ઓર્ડરોમાં તેજી વચ્ચે ઇ-કોમર્સ કંપની અમેઝોનએ 1,00,000 નવા લોકોની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે નવી નિયુક્તિઓ અસ્થાઇ અને સ્થાયી બંને પ્રકારના પદો પર કરવામાં આવશે. આ નવા કર્મચારી ઓર્ડરની પેકિંગ, ડિલીવરી અથવા તેમને ડ્રિસ્ટ્રીબ્યૂટ કરવાનું કામ કરશે. કંપનીએ સ્પષ્ટ કર્

ઓનલાઇન ઓર્ડરોમાં તેજી વચ્ચે ઇ-કોમર્સ કંપની અમેઝોનએ 1,00,000 નવા લોકોની નિમણૂંક કરવાની જાહેરાત કરી

ઓનલાઇન ઓર્ડરોમાં તેજી વચ્ચે ઇ-કોમર્સ કંપની અમેઝોનએ 1,00,000 નવા લોકોની નિમણૂંક કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે નવી નિયુક્તિઓ અસ્થાઇ અને સ્થાયી બંને પ્રકારના પદો પર કરવામાં આવશે. આ નવા કર્મચારી ઓર્ડરની પેકિંગ, ડિલીવરી અથવા તેમને ડ્રિસ્ટ્રીબ્યૂટ કરવાનું કામ કરશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિમણૂંક રજાઓમાં કરવામાં આવનાર ભરતીની માફક નહી હોય. 


રિટેલની ઓનલાઇન કંપનીનો કારોબાર ઝડપથી વધી રહ્યો છે. એપ્રિલ અને જૂન દરમિયાન કંપનીએ રેકોર્ડબ્રેક નફો અને આવક નોંધાવી છે. કોરોના વાયરસ મહામારી દરમિયાન લોકો કરિયાના અને અન્ય સામાન ઓનલાઇન ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. 


ઓર્ડરોને પુરો કરવા માટે કંપની પહેલાં આ વર્ષે 1,75,000 લોકોની નિયુક્તિ કરવાની હતી. ગત અઠવાડિયે કંપનીએ કહ્યું હતું કે તેની પાસે 33,000 કોર્પોરેટ અને ટેક્નિકલ નોકરીઓ છે, જેના પર તેને નિયુક્તિઓ કરવાની છે. કંપનીએ કહ્યું કે હવે તેને 100 નવા ગોડાઉન, પેકેજ ડ્રિસ્ટ્રીબ્યૂશન કેન્દ્રો અને અન્ય સ્થળો પર નવા લોકોની જરૂર છે. 


આ આર્ટિકલની અંદર વ્યક્ત કરેલા વિચારો લેખકના વ્યક્તિગત વિચારો છે. આર્ટિકલમાં દેખાતા તથ્યો અને વિચારો 25 કલાક ન્યૂઝના દ્રષ્ટિકોણને પ્રતિબીંબ કરતા નથી અને 25 કલાક ન્યુઝ તેની માટે કોઈ જવાબદારી સ્વીકારતું નથી.

Stay Tuned

Comments