બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

યુટ્યુબ ચેનલ દ્વારા પૈસા કઈ રીતે કમાઈ શકાય?

  કોઈપણ પ્રકારના વિડિયો જોવા માટે સૌથી વધી ઉપયોગી યુટ્યુબ દ્વારા આપણે પૈસા પણ કમાઈ શકીએ છીએ. કઈ રીતે? તો જ્યારે આપણે કોઈ વિડિયો જોતા હોય ત્યારે અમુક વીડિયોમાં જાહેરાત આવે છે, તો બસ યુટ્યુબ આ જાહેરાત તમારા વીડિયોમાં બતાવે છે તો એનો અમુક હિસ્સો તમને પણ આપે છે. હવે સવાલ એમ થાય કે આ ચેનલમાં જાહેરાત લાવવા કરવાનું શું? તો સૌ પહેલા તો તમારી યુટ્યુબ ચેનલમાં 1000 સબક્રાઈબર્સ હોવા જોઈએ અને તમારી ચેનલ 4,000 કલાક જોવાયેલી હોવી જોઈએ, પછી એમાં 1 વીડિયોથી આટલા કલાક થાય કે 100 વીડિયોથી. આ લિમિટ તો પૂરી કરવી જ પડશે. તમારી ચેનલમાં આ બંને વસ્તુ થઇ જાય ત્યારે યુટ્યુબ ચેનલનો રિવ્યૂ કરે અને તેમાં જુએ કે કન્ટેન્ટ તમારું છે, કોપીરાઇટ વાળુ વસ્તુ તમે વીડિયોમાં વાપરતા તો નથીને?

તો યુટ્યુબથી પૈસા કમાવવાનો આ એક સીધો રસ્તો છે, જે અમુક લોકો જાણતા હશે. આના સિવાય પણ યુટ્યુબ માંથી પૈસા કેવી રીતે કમાવાય? અે પણ આપણે જોઇશું. અત્યારે નહિ, આવતા ભાગમાં... આભાર