બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ફેરિક ક્લોરાઈડ.

પબ્લીક હેલ્થ ચેમ્પિયન તરીકે ડ્રીન્કીંગ વોટરને જર્મસ ફ્રી કરવા માટે ડીસિનફેકટન્ટ તરીકે કલોરીન કમ્પાઉન્ડ, કલોરીન ગેસ, સોડિયમ હાઇપોકલોરાઇડ અને કેલ્શિયમ હાઇપોક્લોરાઈડનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. તે જ રીતે બીજા પ્રકારના કલોરીન કમ્પાઉન્ડ તરીકે ફેરિક કલોરાઇડ (fecl3) નો ઉપયોગ કરવામાં આવે છે.

ફેરિક ક્લોરાઇડ પાણીને કલીન અને કલીઅર કરવામાં મદદરૂપ બને છે. પાણીના તળાવો, નદીઓ, વોટર સ્ટોરેજ ટેંકો, અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખાલી જમર્સ જ નથી હોતા પરંતુ તેમાં ઝાડના પાંદડા, ડસ્ટ, ઇનસેક્ટ એનિમલ રેસીડયુ જેવી અશુદ્ધિઓથી ભરેલા હોય છે. આ પ્રકારની અશુદ્ધિઓનો નાશ કરવા માટે ફેરિક કલોરાઇડનો ઉપયોગ કરવાથી પાણી ચોખ્ખું અને સેફ બને છે. અને પાણીમાં રહેલ ડીસિસ ઉત્પન્ન કરતા જર્મસને નેશનાબુત કરે છે. ફેરિક કલોરાઇડ એક જાતનું ફલોક્યુલન્ટ હોવાને કારણે પાણીમાં રહેલ રજકણને ગુચ્છામાં વિંટાળી બહાર ફેંકે છે જેથી પાણી ચોખ્ખુ બને છે ફેરિક કલોરાઇડ કોર્મસીઅલી અનહાઇડ્રસ ક્રિસ્ટલાઇન પાવડર અથવા પ્રવાહી રૂપમાં મળે છે.

* વોટર ટ્રીટમેન્ટ: વોટરટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફેરિક કલોરાઇડનો ઉપયોગ પાણીમાંથી ઇમપ્યોરીટી દૂર કરવાનો હોય છે. આ પ્રકારના ઉપયોગ માટે ફેરિક કલોરાઇડ કોન્સનટ્રેડ મિનરલ સોલ્યુસનની જરૂર પડે છે. ફેરિક કલોરાઇડ પાણીમાં જલદીથી હાઇડ્રોલાઈસીસ બને છે. અને તે ફોક્યુલેટીંગ અને પેસિપીટેરીંગ એજન્ટ તરીકે કામ કરે છે.

ફેરિક હાઇડ્રોકસાઈડ: (fe (OH)3) પાણીમાં ફરતા જીણા પાર્ટીકલ અને બીજી મટિરીઅલ જેવી કે કોલોઇડ, ફલે, અને બેક્ટેરીઆને ગુચ્છો બનાવી રીમૂવ કરે છે. ફેરિક કલોરાઇડ પોતે હાઇડ્રોજન સલફાઇડ (H2S), ફોસ્ફેટ (PO4) અર્સનિક (ASO4), અને હાઇડ્રોકસાઇડ આલ્કાલીટી (OH), ને પ્રેસિપિટટેસ કરી વિવિધ ભાગોની રચના કરે છે.

* ફેરિક કલોરાઇડ ઇન્ડસ્ટ્રીયલ અને સેનીટરી વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એપ્લીકેશન માટે પસંદગી પામેલ છે. આ પ્રોડક્ટસની ઉંચી ગુણવત્તા ના કારણે તે ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે ખૂબ જ ગુણકારી સાબિત થયેલ છે.

* ફેરિક કલોરાઇડ મેન્યુફેકચરીંગ: ફેરિક કલોરાઇડ પ્રોડયુસ કરવા માટે ફેરિક ઓકસાઇડ અને હાઇડ્રોકલોરિક એસિડ રો-મટીરીયલ તરીકે વાપરવામાં આવે છે આ પ્રોસેસ એકઝોથર્મિક રીએકશન પ્રકારનો હોય છે. આ એકઝોથર્મિક રીએકશન લગભગ ૮૦ થી ૯૦ સે.ગ્રેડ સુધીનું હોય છે. 

અને રીએકશન સમય લગભગ પાંચ કલાકનો હોય છે. ફેરિક કલોરાઇડ ટીટાનિયમ ડાયોક્સાઇડ, પ્રોડકશનમાંથી બાય પ્રોડક્ટ તરીકે ઉત્પન્ન થાય છે. ફેરિક કલોરાઇડનો બીજો ઉપયોગ ઇથીલીન ડાયકલોરાઇડ પ્રોડયુસ કરવા માટે અને ફેરિક કલોરાઇડનું ડાયરેક કલોરીનેશન ઇથીલીન સાથે કરી ઇથીલીન ડાયકલોરાઇડ પ્રોડયુસ કરવા માટે ઉપયોગમાં લેવાય છે અને ઇથીલીન ડાયકલોરાઇડ વડે પોલિવિનાઇલ કલોરાઇડ (PVC) મેન્યુફેકચરીંગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.

ફેરિક કલોરાઇડનો મોટાપાયે ઉપયોગ ચાઈના કરે છે. ચાઈના આ પ્રોડક્ટનો ઉપયોગ પ્યોરીફાઇંગ એજન્ટ ઈન વોટર અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માટે કરે છે. બીજા ઉપયોગ તરીકે ઇન્ડીગો બલ્યુ ડાયસ્ટફ પ્રોડકશનમાં ઓક્સીડેન્ટ તરીકે વાપરે છે.

માર્કેટ ટ્રેન્ડ: ફેરિક કલોરાઇડની ગ્લોબલ કેપેસિટી 2 - M+Pa જેટલી છે અને એશિયન ગ્રોથ એન્યુઅલ ૬.૭ ટકા જેટલો આંકવામાં આવે છે.