બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

નાળિયેરમાં મીઠું પાણી ક્યાંથી આવે છે?

દરેક કુળના બીજમાં સુગર અને સ્ટાર્ચનું ગર્ભ પોષક દ્રવ્ય હોય છે. બીજને જમીનમાં રોપવામાં આવે છે. ત્યારે શરૂઆતમાં અંકુરના વિકાસ માટે આ દ્રવ્ય ઉપયોગી થાય છે.

નાળિયેરનું પાણી એક પ્રકારનું ગર્ભપોષક દ્રવ્ય જ છે. નાળિયેરના મૂળ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે. અને રસાકર્ષણ દ્વારા પાણી થડમાં થઈ છેક ટોચે પાન અને નાળિયેરમાં પહોંચે છે.

આ પાણી ખૂબ જ સૂક્ષ્મ નળીઓમાંથી પસાર થાય છે. એટલે ટોચે પહોંચે ત્યા સુધીમાં સારી રીતે ફિલ્ટર થઈ જાય છે. અને ક્ષાર નાશ પામે છે. નાળિયેરમાં સ્ટાર્ચ અને સુગર હોય છે. તેથી પાણી મીઠું બને છે.

નાળિયેરમાં શરૂઆતમાં આ પાણી ઘટ્ટ હોય છે. ધીમે ધીમે તેમાંની સ્ટાર્ચ અને સુગર વાળી પેશીઓ અંદરની સપાટી પર જમા થતી જાય છે. અને કોપરુ તૈયાર થાય છે. કોપરૂ તૈયાર થઈ ગયા પછી તેની વચ્ચે મીઠું પાણી બાકી રહે છે. લીલા નાળિયેરમાં અંદરની સપાટી પર કોપરાને બદલે મલાઈ હોય છે.