નેપાળ સરકારે પર્વતારોહકો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન
કોવિડ -19 સંજોગોને ધ્યાને લઇ નેપાળ સરકારે પર્વતારોહકો માટે નવી ગાઈડ લાઈન જાહેર કરી છે.જે મુજબ પર્વતારોહણ માટે આવનાર વ્યક્તિનો કોવિડ -19 નેગેટિવ રિપોર્ટ છેલ્લા 72 કલાકની અંદરનો હોવો જોઈએ .તેમજ તેણે પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ હોટેલમાં જમા કરાવ્યા છે.જ્યાં તેણે એક સપ્તાહ સુધી રહેવાનું છે.તેનો આધાર રજૂ કરવાનો રહેશે.તેવું ક્લચર મિનિસ્ટરે સમાચાર સૂત્રોને જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે નેપાળમાં હાલમાં 74745 કોરોના કેસ છે અને 419 લોકો કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે. આ સમાચાર નેપાળના ન્યુઝપેપર હિમાલય ટાઇમ્સે પ્રસિદ્ધ કર્યા છે.