સુરત એમ.ડી ડ્રગ્સ કાંડ માં પકડાયો કરોડપતિ બિઝનેસમેનનો પુત્ર...જાણો કોણ છે તે પુત્ર..
જે પરિવાર પાસે રુપિયાની ખોટ નથી એવા પરિવારનો નબીરો ડ્રગમાફિયા બની ગયો, પિતા હોટલ અને બે-બે પેટ્રોલ પંપના માલિક છે.ડ્રગ્સ કેસમાં હોટલમાલિકનો પુત્ર આદિલ નૂરાની કડોદરાથી ઝડપાયો.1011 ગ્રામ MD ડ્રગ સાથે ઝડપાયેલા સલમાનને આદિલે ડ્રગ્સ આપ્યું હતું
શહેર ક્રાઇમ બ્રાન્ચે 1.33 કરોડના ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપી આદિલને ઝડપી પાડ્યો છે. 1011 ગ્રામ MD ડ્રગ સાથે ઝડપાયેલા સલમાનના ડ્રગ્સના ધંધામાં આદિલ ભાગીદાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે આદિલ સુરતના ખોજા સમાજના ધનવાન પરિવારનો નબીરો છે. આદિલ માટે કરોડ-બે કરોડ રૂપિયા સામાન્ય રકમ છે છતાં તે ડ્રગમાફિયા બની ગયો. જ્યારે તેના પિતા કડોદરા અને રિંગરોડ પર હોટલ ધરાવે છે તેમજ કતારગામ-કડોદરામાં પેટ્રોલ પંપ પણ છે.
આરોપી આદિલની લક્ઝુરિયસ લાઈફ :-
ક્રાઈમ બ્રાન્ચે આરોપી સલમાનને 1011 ગ્રામ MD ડ્રગ સાથે ઝડપી પાડ્યો હતો. સલમાનને આ ડ્રગ આરોપી આદિલે આપ્યું હતું. ક્રાઈમ બ્રાંચે તેના ફોન નંબરના આધારે તપાસ કરતાં ખબર પડી કે આદિલ સુરતના ખોજા સમાજના ધનવાન પરિવારનો નબીરો છે. આદિલ ધોડદોડ રોડ પર કરીમાબાદ સોસાયટીમાં રહેતા સલીમ નૂરાનીનો દીકરો છે. સલીમ નૂરાની એટલો ધનવાન છે કે આદિલ માટે કરોડ-બે કરોડ રૂપિયા સામાન્ય રકમ છે છતાં તે ડ્રગમાફિયા બની ગયો. તેના પિતાની કડોદરા અને રિંગરોડ પર હોટલ છે તેમજ કતારગામ-કડોદરામાં પેટ્રોલ પંપ છે.
MD ડ્રગ્સ કેસમાં અત્યારસુધીમાં 7 યુવાનની ધરપકડ થઈ છે:-
સલમાન ઉર્ફે અમન ઝવેરીને 400 ગ્રામ ડ્રગ્સ સપ્લાય કરનાર મનોજકુમાર ભગતને ક્રાઇમ બ્રાન્ચે વાપીથી પકડી પાડ્યો હતો. મનોજ વલસાડ જિલ્લામાં લવાછા ગામે અંબિકા પાર્ક સોસાયટીમાં અને બીજું ઘર સેલવાસા દાદરાનગરમાં આમળી વિસ્તારમાં શિવમ્ એપાર્ટમેન્ટમાં છે. છેલ્લા એકાદ વર્ષથી બન્ને ડ્રગ્સનો વેપલો કરતા હતા. સલમાન વાપી MD લેવા જતો અને મનોજ MD આપવા માટે પણ સુરત આવતો હતો. મનોજ ભગત મુંબઈથી MD ડ્રગ્સ લાવતો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેની પાસેથી મુંબઈના કનેક્શન બાબતની વિગતો મેળવીને એક ટીમને મુંબઈ તેને પકડવા માટે પણ મોકલી છે. MD ડ્રગ્સમાં અત્યારસુધીમાં ડ્રગ્સ પેડલર સલમાન ઉર્ફે અમન ઝવેરી, સંકેત અસલાલિયા, વિનય ઉર્ફે બંટી પટેલ, સૂફિયાન મેમણ, પ્રજ્ઞેશ ઠુંમર, રોહન ઝા અને આદિલ નૂરાની પકડાયા છે, જયારે હજુ મુંબઈનો ઉસ્માન હાથ લાગ્યો નથી.