બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દેશમાં કેટલા ટકા વાલી પોતાના બાળકોને સ્કૂલે મોકલવાના પક્ષમાં નહીં...જુઓ સમગ્ર સર્વે

કોરોનાને કારણે લગાવાયેલ લોકડાઉન પછી હવે દેશમાં અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે. આ જ ક્રમમાં કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબરથી શરૂ થયેલ અનલોક-5 માટે ગાઈડલાઇન જાહેર કરી છે. નવી ગાઈડલાઇનમાં રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોને 15 ઓક્ટોબર પછી શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ ખોલવાની છૂટ આપવામાં આવી છે. કેન્દ્રએ કહ્યું છે કે તેઓ સંજોગોને આધારે નિર્ણય લઈ શકે છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે શાળાઓ અને સંસ્થાઓના સંચાલન સાથે વાત કરીને નિર્ણય લઈ શકાય છે.

9% માતા-પિતા અનિશ્ચિત જણાઈ રહ્યા

કોરોનાની વચ્ચે સ્કૂલોને ફરીથી ખોલવા માટે હજી પણ ઘણા વાલી પક્ષમાં નથી. એક સર્વે પ્રમાણે 71% વાલી આ નિર્ણયથી ખુશ નથી. કમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલ સર્કલ્સની તરફથી કરવામાં આવેલ સર્વે પ્રમાણે દેશના 71% માતા-પિતા પોતાના બાળકોને સ્કૂલે મોકલવા માટે તૈયાર નથી. જ્યારે 9% વાલી બાળકોને સ્કૂલે મોકલવા મામલે હજી પણ અનિશ્ચિત જણાઈ રહ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છિત વાલીની સંખ્યા ઓગસ્ટમાં 23% થી ઘટીને સપ્ટેમ્બરમાં 20% થઈ ગઈ છે.

32% વાલી 31 ડિસેમ્બરથી સ્કૂલ ખોલવાના પક્ષમાં

સર્વેમાં જાણવા મળ્યું છે કે 32% વાલીઓનું કહેવું છે કે 31 ડિસેમ્બરથી જ સ્કૂલોને ખોલવી જોઈએ. જ્યારે 34% વાલી એવું જણાવી રહ્યા છે કે સરકારે આ શૈક્ષણિક સત્ર માટે સ્કૂલોને ખોલવી જોઈએ જ નહીં. ફક્ત 7% વાલી 1 ઓકટોબરથી ફરી સ્કૂલોને ખોલવાના પક્ષમાં છે. આ પહેલા સપ્ટેમ્બરમાં જાહેર થયેલ અનલોક- 4 ગાઈડલાઇન બાદ દેશમાં 21 સપ્ટેમ્બરથી ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે દેશમાં અંશત સ્કૂલો ખોલવામાં આવી છે. જો કે, વિદ્યાર્થીઓ પાસે સ્કૂલે જવા માટે માતા-પિતાની પરવાનગી હોવી જરૂરી છે.